Western Times News

Gujarati News

બાળકો હોય ત્યારે કોઈની સાથે ફોન પર વાત નથી કરતી કરીના

મુંબઈ, કરીના કપૂર બે દશકા કરતાં વધુ સમયથી બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં છે. અત્યારસુધીમાં તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને વિવિધ કારણોસર ચર્ચામાં પણ રહે છે. તે જે પણ રોલ કરે છે તેમા ઢળવાનો પૂરતો પ્રયાસ કરે છે. તેની અમુક ફિલ્મોના ડાયલોગ તો આજની જનરેશનમાં પણ હોટ ફેવરિટ છે.

તે એક એક્ટર અને ડિરેક્ટર હોવાની સાથે-સાથે પત્ની અને બે ક્યૂટ બાળકો- તૈમૂર અને જેહની મમ્મી પણ છે. તે દરેક ભૂમિકા પર્ફેક્ટ રીતે ભજવી રહી છે અને તેથી જ એક્ટિંગની દુનિયામાં હાલમાં નવા-નવા આવેલા એક્ટર્સની તે ફેવરિટ છે. આ વોટ વુમન વોન્ટની ચોથી સીઝન છે અને વધુ એક સીઝન કરતી તે મારા માટે સન્માનની વાત છે.

દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ સીઝનમાં કેટલાક મેલ સેલેબ્સ પણ છે. અમે પહેલા માત્ર ફિમેલ સેલેબ્સને જ બોલાવતા હતા. પરંતુ આ સીઝનમાં મેલ સેલેબ્સ છે, જેઓ અલગ-અલગ ફીલ્ડમાંથી આવે છે. હું તેમના ઈન્ટરવ્યૂ કરવા તરફ જાેઈ રહ્યું છે. આ સીઝન અલગ છે.

અમે હંમેશા તેવી પર્સનાલિટી પસંદ કરીએ છીએ, જે છાપ છોડે. હકીકતમાં ડિજિટલ વર્લ્ડ વિકસિત થયું છે અને ઘણું કન્ટેન્ટ ક્રિએટ કરી રહ્યું છે. તેથી અમારી પાસે ઈન્ફ્લુએન્સર અને રસપ્રદ પર્સનાલિટીસ છે, જેઓ મહેમાન બનીને આવવાના છે. ૨૩ વર્ષ સુધી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ, તું અલગ-અલગ પ્રકારના રોલ કરી રહી છે, પોડકાસ્ટ કરી રહી છે. કંઈક નવું કરી રહી છે અને મજબૂતીથી આગળ વધી રહી છે.

તું સૌથી મોટો કયો પાઠ શીખી છે? હું એ શીખી છું કે, કંઈ પણ હંમેશા માટે રહેતું નથી. તે પછી સફળતા હોય કે નિષ્ફળતા. જે છેક સુધી ટકી રહી છે તે સદ્ભાવના, સમર્પણ, સ્ક્રીન પર ભજવેલા પાત્રો અને તમે કેવા પ્રકારની ફિલ્મો પસંદ કરો છો.

તમે સારા કલાકાર હતા કે નહીં તે ના માટે તમને યાદ કરવામાં આવશે. તે આખરે તેના વિશે છે. લોકો તમારા વિશે ચોક્કસ રીતે વાત કરે છે. હું હંમેશાથી ઈચ્છું છું કે, લોકો જ્યારે મારા વિશે વાતો કરે ત્યારે કહે કે તે પ્રેમાળ વ્યક્તિ છે. તે મારી પ્રાથમિક લાગણી હોવી જાેઈએ.

જ્યારે તમે મારા ગીત (જબ વી મેટ) અને પૂજા (કભી ખુશી કભી ગમ) જેવા પાત્રો જાેશો ત્યારે તમને તેવી લાગણી આવશે કારણ કે તે પ્રેમાળ પાત્રો હતા. તેથી, મુખ્ય બાબત વિશ્વને સારા પાત્રો આપવાનું છે. છેલ્લા બે દશકામાં તારું સ્ટારડમ અને ફેન ફોલોઈંગ તે કેટલી ફિલ્મો કરી અથવા બોક્સઓફિસ પર કેટલી ચાલી તેના પર આધાર રાખતું નથી.

તારા મતે કઈ બાબત તને અલગ પાડે છે? મને લાગે છે કે હું મારા કામ, મારી જાત, પ્રિયજનો તેમજ સ્ક્રીન પર જે પાત્રો ભજવ્યા છે તે પ્રત્યે પ્રામાણિક છું. મને લાગે છે કે જ્યારે તમે તમારા પ્રોફેશનલ પ્રત્યે સાચા નથી હોતા છતાં કરો છો જ્યારે લોકો પકડી પાડે છે.

જ્યારે હું કોઈની સાથે વાત કરતી હોવ અથવા કોઈને પ્રેમ કરતી હોવ અથવા સ્ક્રીન પર કોઈ પાત્ર ભજવતી હોવ દરેક કામના જુસ્સાથી કરું છું. હું જે પણ કામ કરું તે પ્રત્યે ઉત્સાહિત હોવ છું અને આ જ વાત મને અલગ પાડે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.