Western Times News

Gujarati News

અનન્યા પાંડે સાથે સિક્રેટ વેડિંગ કરશે આદિત્ય રોય કપૂર?

મુંબઈ, બોલિવુડ એક્ટર આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે આજકાલ તેમના અફેરના કારણે ચર્ચામાં છે. ગોસિપની ગલીઓમાં કેટલાય દિવસથી અટકળો ચાલી રહી છે કે આદિત્ય અને અનન્યા એકબીજાને ડેટ કરી રહ્યા છે. કેટલીક પાર્ટીઓમાં આદિત્ય અને અનન્યા સાથે જાેવા મળ્યા હતા.

એ બંનેને સાથે જાેઈને લોકો ચોંકી ગયા હતા. અનન્યા કે આદિત્યએ રિલેશનશીપમાં હોવાની વાતને સ્વીકારી નથી અને તેનું ખંડન પણ નથી કર્યું. હાલમાં જ આદિત્ય રોય કપૂરને લગ્ન અંગે પૂછવામાં આવ્યું હતું. આદિત્ય રોય કપૂર હાલમાં જ પોતાની આગામી ફિલ્મ ‘ગુમરાહ’ના ટ્રેલર લોન્ચમાં પહોંચ્યો હતો. તેની સાથે કો-એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પણ હતી.

આ ઈવેન્ટમાં આદિત્યને તેના લવ અફેરની અફવાઓ પર સવાલ કરવામાં આવ્યો હતો, જે સાંભળીને તે દંગ રહી ગયો હતો. ઈવેન્ટ દરમિયાન આદિત્ય સમક્ષ સવાલ મૂકવામાં આવ્યો કે, આખી ઈન્ડસ્ટ્રી લગ્ન કરી રહી છે તો શું તેને ઈન્ડસ્ટ્રીના મોસ્ટ એલિજિબલ બેચલરનું ટેગ મળી ગયું છે? આ સવાલ સાંભળીને આદિત્યને આશ્ચર્ય થયું હતું. તેણે કહ્યું કે, આ પહેલો સવાલ છે? શું દિવસો આવી ગયા છે.’

પછી જવાબ આપતાં આદિત્ય આગળ કહે છે કે, “મને લાગે છે કે બધા જ લગ્ન કરી રહ્યા છે પણ મને હું રહી ગયો એવી લાગણી નથી અનુભવાઈ રહી. એટલે હું લગ્ન કરવા માટે પોતાનો સમય લઈશ અને યોગ્ય સમય આવશે ત્યારે જ લગ્ન કરીશ. થોડા દિવસ પહેલા જ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે લેકમે ફેશન વીક ૨૦૨૩ના ફિનાલેમાં મનીષ મલ્હોત્રા માટે શો સ્ટોપર બન્યા હતા.

રેમ્પ વૉક પર આદિત્ય અને અનન્યા આવ્યા ત્યારે સૌ તેમને જાેતા જ રહી ગયા હતા અને આ સાથે જ તેમના અફેરની આગમાં ઘી હોમાયું હતું.

આદિત્ય અને અનન્યા એકસાથે સરસ લાગી રહ્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો, અનન્યા પાંડે ગૌરવ આદર્શ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં તેમજ આયુષ્માન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ ૨’માં જાેવા મળશે. બીજી તરફ આદિત્ય રોય કપૂરે હાલમાં જ રિલીઝ થયેલી ‘ધ નાઈટ મેનેજર’માં પોતાના પર્ફોર્મન્સથી વાહવાહી મેળવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.