19 એપ્રિલ 2023 સુધી વટવા-મણિનગર વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 308 બંધ રહેશે
અમદાવાદ મંડળના વટવા-મણિનગર સ્ટેશનો વચ્ચે આવેલ મણિનગર રેલ્વે ક્રોસિંગ નંબર 308 કિમી 491/20-22 ઓવરહોલિંગ (સમારકામ) કાર્ય માટે તકનીકી કારણોસર 16 એપ્રિલ 2023 સુધી કાર્ય સમાપ્ત ન થવાને કારણે 19 એપ્રિલ 2023ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી બંધ રહેશે.
માર્ગ વપરાશકર્તા આ સમયગાળા દરમિયાન અમદાવાદ બાજુના નાથાલાલ ઝગડિયા રોડ ઓવર બ્રિજ (ROB) અને વટવા બાજુના દક્ષિણી રોડ અન્ડર બ્રિજ (RUB) દ્વારા આવાગમન કરી શકે છે.