Western Times News

Gujarati News

જેલમાં ટિલ્લુ તાજપુરિયાની હત્યા થઈ અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોતી રહી

નવી દિલ્હી, તિહારની જેલ નંબર ૨માં તમિલનાડુ સ્પેશિયલ પોલીસની સામે ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી અને TSP મૂક પ્રેક્ષક બનીને જાેતી રહી.

આ ઘટનાના વાયરલ વીડિયોએ અનેક સવાલો ઉભા કર્યા છે. સૂત્રોનું કહેવું છે કે વીડિયો જાેયા બાદ એક વાર એવું પણ લાગે છે કે શું આ હત્યાકાંડ પાછળ ટીએસપીની કોઈ મિલીભગત છે? કે પછી હત્યારાઓએ જેલ કબજે કરી લીધી હતી? સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ૪૦ વર્ષથી વધુ સમયથી તિહાર જેલમાં પોતાની સેવાઓ પૂરી પાડતી TSPની હજુ પણ તિહાર જેલમાં કોઈ જરૂર છે? આ કેસમાં, ૨ એપ્રિલે ખુલાસો થયો હતો કે, કે હત્યા TSPની સામે થઈ હતી અને TSP મૂક પ્રેક્ષક બનીને જાેતી રહી.

સૂત્રોનું કહેવું છે કે જાે આ પ્રકારની હત્યા જેલમાં ્‌જીઁ ની સામે થાય છે તો તેની જરૂરિયાતની સમીક્ષા કરવી પડશે અથવા તેની સાથે ઊઇ્‌ તૈનાત કરવી પડશે. જે આવી કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા સક્ષમ હોય.

આ કેસમાં એક વાત એ પણ જાણવા મળી છે કે ૨ એપ્રિલના રોજ સવારે ૬ઃ૧૦ થી સવારે ૬ઃ૧૬ દરમિયાન હત્યાની આ સનસનાટીભરી ઘટના દરમિયાન તિહારની જેલ નંબર ૮/૯માં જરૂરી જેલ સ્ટાફની સંખ્યા પૂરતી હતી. પરંતુ હકીકતમાં બધા અહીં ન હતા. તે સમયે એક હેડ વોર્ડર સ્થળ પર દેખાય છે.

જ્યારે જરૂરિયાત આના કરતાં વધારેની હતી. કારણ કે તે તિહાર જેલનો સામાન્ય વોર્ડ નહીં પરંતુ હાઈ સિક્યોરિટી વોર્ડ હતો. જેમાં તમામ ગુંડાઓ અને ખતરનાક કેદીઓને કેદ કરવામાં આવ્યા હતા. તેમાં પણ દુશ્મન ટોળકીના ગુંડાઓ અહી તાળાબંધ હતા પરંતુ તેમ છતાં આ બાબતે ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી.

હત્યા સમયે ટીએસપી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે જાેતા, ટીએસપીને પૂછવામાં આવ્યું છે કે જેલમાં તેમની ફરજાે શું છે? શું તેમણે આવી પરિસ્થિતિને હેન્ડલ ન કરવી જાેઈતી હતી? જાે ટીએસપી આવી ખતરનાક ઘટનાઓ બનતી જાેઈને પણ શાંત રહેતી હોય તો અહીં તેમની શું જરૂર છે? સેલની બહાર ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા કર્યા પછી, જ્યારે ટિલ્લુને યાર્ડમાં બહાર લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે તે ધાબળામાં પડેલો હતો.

ત્યારે પણ ગેલેરીનો ગેટ ખોલીને અન્ય ટોળકીના બદમાશો ટીએસપીની સામે ઘૂસી ગયા હતા અને ટીલ્લુ પર છરી વડે હુમલો કરતા રહ્યા હતા, પરંતુ માત્ર એક-બે ટીએસપી જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ટીએસપીની ૧૦ જવાનો અને ૨૦-૨૫ કેદીઓની સામે ટિલ્લુને પતાવી દેવામાં આવ્યો અને ્‌જીઁ હાથ પર હાથ બાંધીને બધુ જાેતી રહી. જેલ સ્ટાફને હાઇ રિસ્ક વોર્ડમાં પોસ્ટ કરવામાં આવ્યો ન હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.