ભિલોડાઃ ધોરણ.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્કૂલમાંથી ૭ દિવસ પહેલા ગુમ થઈ હતી : જંગલમાં લટકતી લાશ મળી
ભિલોડા :ભિલોડા તાલુકાના બુધારાસણ ગામની અને ખીલોડા મામાના ઘરે રહી વાંદીયોલ હાઈસ્કૂલમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ૭ દિવસ પહેલા સ્કૂલમાં ગયા પછી ગુમ થઈ જતા ભારે ચકચાર મચી હતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની ના પરિવારજનોએ અને સગા-સંબંધીઓએ શોધખોળ હાથધરી હતી પરંતુ વિદ્યાર્થિનીનો અતોપતો લાગ્યો ન હતો આ ઘટનાના ૭ દિવસ પછી ટોરડા નજીક આવેલ જંગલમાં ગળે ફાંસો ખાધેલી અને કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી ભિલોડા પોલીસે ટોરડાના જંગલમાં પહોંચી યુવતીના મૃતદેહને અમદાવાદ પેનલ પીએમ માટે મોકલી આપવા તજવીજ હાથધરી હતી સગીરાના પરિવારજનોએ હત્યા કરી તેના પ્રેમીએ લાશ લટકાવી દીધી હોવાનો આક્ષેપ કરતા ભારે ખળભળાટ મચ્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, વાંદીયોલ હાઈસ્કૂલમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતી બુધારાસણ ગામની અને ખીલોડા મામાના ઘરે રહી ધર્મિષ્ઠાબેન ભુરજીભાઈ કટારા (ઉં.વર્ષ-૧૭) વિદ્યાર્થીની મામાના ઘરેથી અભ્યાસ કરવા વાંદીયોલ હાઈસ્કૂલમાં ગઈ હતી મોડી રાત્રી સુધી વિદ્યાર્થીની ઘરે પરત ન ફરતા વિદ્યાર્થીના મામા એ શોધખોળ હાથધરી તેના ઘરે જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને ધર્મિષ્ઠાની શોધખોળ હાથધરી હતી પરંતુ મળી ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતાગુરુવારે સવારે ૧૧ વાગ્યાના સુમારે ટોરડા ગામ નજીક આવેલ જંગલમાં ઝાડ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હોવાનું વનવિભાગના કર્મચારીના ધ્યાને આવતા ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસે મૃતદેહને ભિલોડા હોસ્પિટલમાં ખસેડી મૃતદેહ નજીકથી મળી આવેલ બેગના આધારે મૃતક યુવતીના પરિવારજનોનો સંપર્ક કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને પુત્રીનો મૃતદેહ જોઈ પડી ભાગ્યા હતા ભિલોડા પોલીસે કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવેલ વિદ્યાર્થિનીના મૃતદેહ નું મોત નું કારણ જાણવા માટે વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે એડી નોંધી ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ મોકલી આપવા તજવીજ હાથધરી હતી
ધો.૧૨ ની વિદ્યાર્થીની ધર્મિષ્ઠાના પિતા અને પરિવારજનોએ તેમની પુત્રીની તેના પ્રેમીએ મોત ને ઘાટ ઉતારી જંગલમાં લાશ લટકાવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો અને અગાઉ પણ એક દિવસ માટે તેમની દીકરીને તેનો પ્રેમી યુવક ફોસલાવી ભગાડી ગયો હોવાનું અને બીજા દિવસે પરત હાઈસ્કૂલમાં મૂકી ગયો હોવાનું ભારે આક્રંદ સાથે જણાવ્યું હતું સગીરાએ આત્મહત્યા કે હત્યા અંગે રહસ્ય ઘૂંટાયું હતું