“તમે દારૂ પીધેલા છો તો અહીંથી જતા રહો” કહેતાં જ વૃધ્ધ ઉશ્કેરાયા
મિટિંગમાં બેસવા બાબતે દારૂડિયા વૃદ્ધે રહીશને લાફો મારી માર માર્યાે
અમદાવાદ, સોલાના આસ્થા બંગલોમાં સોસાયટીની મિટિંગમાં બેસવા બાબતે દારૂ પીને આવેલા વૃદ્ધે રહીશને લાફો મારી માર માર્યાે હોવાની ઘટના સામે આવી છે. સોલાના આસ્થા બંગલોમાં રહેતા ગોવિંદભાઈ પટેલે પોલીસ ફરિયાદ કરી છે.
સોમવારે રાતના દસ વાગ્યાની આસપાસ સોસાયટીના કોમન પ્લોટમાં ગોવિંદભાઈ, સોસાયટીના સભ્યો સોસાયટીમાં બે વિભાગ પડી ગયા હોવાથી સભ્યો પર લીગલ નોટિસ આવી હતી તે નોટિસનો જવાબ આપવા માટે મિટિંગમાં ચર્ચા ચાલતી હતી.
આસ્થા બંગલો વિભાગ-૨માં રહેતા ઉપેન્દ્ર પટેલ દારૂ પીને એક શખ્સ સાથે મિટિંગમાં આવ્યા હતા, જેથી સોસાયટીના સભ્યોએ ઉપેન્દ્રભાઈને કહ્યું હતું કે હવે આપણી સોસાયટીમાં બે વિભાગ પડી ગયા છે અને તમે આ વિભાગમાં નથી તો કેમ અહીંયા આવ્યા છો, તમે દારૂ પીધેલા છો તો અહીંથી જતા રહો.
તેમણે એમ કહેતાં જ ઉપેન્દ્રભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ઉપેન્દ્રભાઈએ કહ્યું હતું કે હું તો અહીંયા જ બેસીશ અને મારી દારૂ પીવાની પરમિટ છે અને હું તો રોજ દારૂ પીને આવીશ, તમારાથી થાય તે કરી લો. ત્યારબાદ ગાળો બોલવા લાગ્યા હતા, જેથી ગોવિંદભાઈ અને સોસાયટીના સભ્યોએ ઉપેન્દ્રભાઈને મિટિંગમાંથી બહાર જવાનું કહેતાં તે ઉશ્કેરાઈ ગયા હતા.
ઉપેન્દ્રભાઈએ ગોવિંદભાઈ સાથે માથાકૂટ કરી લાફો મારી દીધો હતો. ત્યારબાદ ગોવિંદભાઈ સાથે માથાકૂટ કરી લાફો મારી દીધો હતો. ત્યારબાદ ગોવિંદભાઈને ગડદાપાટુંનો માર માર્યાે હતો. ઉપેન્દ્રભાઈએ મને સોસાયટીની મિટિંગમાં બેસવા નહીં દો તો હું તમને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.