Western Times News

Gujarati News

એવું તે શું થયું કે માલાસિંહાએ બાંદ્રાનો આઈકોનિક બંગલો વેચવો પડ્યો

મુંબઇ, પીઢ અભિનેત્રી માલાસિંહાનો બાંદરાનો આઇકોનિક બંગલો વેંચાઇ જતાં તે બાંદરાના એક ફ્લેટમાં રહેવા ગઇ છે. રિપોર્ટના અનુસાર, માલાસિંહાના બંગલાને તોડી પાડીને એ જમીન પર બિલ્ડર ૨૨ માળનું બિલ્ડિગ બાંધવાનો છે. actress #MalaSinha’s iconic bungalow gets sold; veteran actress to occupy two floors in the 22-storey building on its land

આ બંગલો બાંદરાના ટર્નર રોડ પર આવેલો છે. થોડા મહિના પહેલા બિલ્ડરે આ બંગલો બિલ્ડેર તોડી પાડયો હતો. આ સ્થાને ૨૨ માળનું પલમેરા નામનું બિલ્ડિગ બાંધવામાં આવશે.

રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, આ સ્થળે બિલ્ડિગનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આવતા ત્રણ-ચાર વરસમાં આ બિલ્ડિગ તૈયાર થઇ જશે. આ બિલ્ડિગમાં માલા સિંહાના પરિવારને બે માળ આપવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે, ૮૬ વર્ષીય અભિનેત્રીની પુત્રી પ્રતિભા સિંહા આ બિલ્ડીંગના બાંધકામ પર નજર રાખી રહી છે,

અને વારંવાર સાઇટ પર જાવા મળી રહી છે. માલાસિંહાએ ૧૯૫૨માં પોતાની ફિલ્મની કારકિર્દ શરૂ કરી હતી. તે ફિલ્મ પ્યાસાથી લોકપ્રિય થઇ હતી.

તેની ફિલ્મ ધૂલ કા ફૂલ અને ફિર સુબહ હોગી પણ વખણાઇ હતી. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તે ૧૯૯૪ની ફિલ્મ ઝિદમાં જાવા મળી હતી. તેણે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.