750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિટલમાં POPની સિલીંગ પડી
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદની SVP હોસ્પિટલ ગત ૨૦૧૯ માં 750 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ હતી આટલી માતબર રકમનો ખર્ચ કર્યા પછી પણ SVP હોસ્પિટલ ના ૧૨ માળે આવેલા ડાયાલિસિસ વોર્ડના POP ની પાંચ જેટલી શીટ ધરાશાયી થઈ પણ રવિવાર રજાનો દિવસ હોવાથી કોઈ દર્દી હાજર ન હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી. POP ceiling fell in SVP hospital Ahmedabad Gujarat
આ ઘટનાની જાણ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણ SVP હોસ્પિટલની મુલાકાતે ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપ વી. એસ. હોસ્પિટલ ની જેમ SVPની આવી બદતર હાલત કરવા મટે જવાબદાર છે .આવા શાસન કરતાઓ ને પ્રજા ક્યારે માફ નહિ કરે.