૮ વર્ષમાં પરિધિ શર્માનો ચહેરો એકદમ બદલાઇ ગયો
મુંબઈ, વાત છે પરિધિ શર્માની..તેરે મેરે સપને સે ટીવી પર ડેબ્યૂ કર્યુ હતુ. વર્ષ ૨૦૧૦માં આવેલા ટીવી શોમાં પરિધિ ફેમસ થઇ નહીં, પરંતુ એની અદાઓથી લોકો પાગલ થઇ જતા હતા. આમ, કહી શકાય કે ઘણી બધી એક્ટ્રેસને સમય જતા ઓળખવામાં થાપ ખાઇ જવાય એવું છે.
પરિધિ શર્માએ વર્ષ ૨૦૧૧માં રૂક જાના મે નહીં કામ કર્યું હતુ. આ શોમાં પણ પરિધિને સારો રિસ્પોન્સ મળ્યો નહીં. આમ, વર્ષ ૨૦૧૩માં પરિધિએ જાેધા અકબરમાં કામ કર્યું. જાેધા અકબરથી પરિધિ રાતોરાત સ્ટાર બની ગઇ અને લોકોના દિલમાં રાજ કરવા લાગી. જાે કે અહીંથી પરિધિની લાઇફનો યુ ટર્ન થઇ ગયો એમ કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ શો ૨૦૧૫ સુધી ઓન એર રહ્યો. પરિધિને આ કેરેક્ટરથી એટલી ઓળખાણ મળી કે લોકો જાેધાથી ઓળખવા લાગ્યા.
પરિધિ શર્માએ ત્યાર પછી અનેક ટીવી શોમાં કામ કર્યુ, પરંતુ જાેધા જેવી પોપ્યુલારિટી મળી શકી નહીં. આમ, લાસ્ટની વાત કરીએ તો પરિધિએ ચિકુ કી મમ્મી દૂર કીમાં કામ કર્યુ.
આ શો પણ વધારે લાંબો ચાલી શક્યો નહીં. જાેધાથી ફેમસ થયેલી આ એક્ટ્રેસને પાછળથી પણ ફેન્સનો સપોર્ટ મળ્યો નહીં. પરિધિ શર્માએ હાલમાં એની પોસ્ટ ઇન્સ્ટા પર શેર કરી છે. આ પોસ્ટમાં એનો નવો લુક જાેવા માટે મળ્યો છે. જાે કે પહેલાં કરતા પરિધિ વધારે યંગ લાગી રહી છે. ઘણાં ફેન્સ પરિધિને આ તસવીરમાં જાેતાની સાથે કન્ફ્યૂઝ થઇ ગયા છે. આમ કહી શકાય છે જાેધા પછી પરિધિનો લુક એકદમ બદલાઇ ગયો છે. ફેન્સ પરિધિ શર્માના લુકના વખાણ કરી રહ્યા છે.
એનો લુક અને ફિટનેસને જાેઇને કોઇ કહી શકતુ નથી કે એ ૭ વર્ષના બાળકની માતા છે. પરિધિએ વર્ષ ૨૦૦૯માં અમદાવાદમાં બિઝનેસમેન તન્મય સકસેના સાથે લગ્ન કર્યા હતા. પરિધિના દિકરાનો જન્મ ૨૦૧૬માં થયો હતો. પરિધિ એક્ટિંગની દુનિયાની દૂર છે, પરંતુ હાલમાં પરિધિએ એક ટોક શો સાઇન કર્યો છે.SS1MS