ગુજરાત સરકાર મોટા પાયે શિક્ષકોની કરશે ભરતી
અમદાવાદ, ગુજરાતમા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક હેઠળ ૨૬,૫૦૦ શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. પ્રાથમિક શાળા માટે ૧૫,૦૦૦ અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા માટે ૧૧,૫૦૦ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે.
સાથે જ રાજ્ય સરકાર ખેલ સહાયક યોજના અંતર્ગત ૫૦૭૫ ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને ૨૧૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઉભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક ક૨વાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
ઉપરાંત વિદ્યાર્થીઓનો શારીરિક અને માનસિક વિકાસ યોગ્ય રીતે થઇ શકે તે માટે શાળાઓમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને રમત-ગમત અને ખેલકૂદ માટે તૈયા૨ ક૨વાના હેતુથી ખેલ સહાયક યોજના અમલમાં મૂકવા માટે ર્નિણય ક૨વામાં આવેલ છે. રાજ્યની સ૨કારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાસ કરીને ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસલન્સ’ માં પસંદ થયેલ શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી ઉપલબ્ધ ખાલી જગ્યા ઉ૫૨ કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ મૂકવા માટે ર્નિણય ક૨વામાં આવેલ છે.
આ માટે પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦ અને માધ્યમક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓ માટે ૧૧૫૦૦ જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક ક૨વામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને ૨૧૦૦૦ માધ્યમક વિભાગ માટે ૨૪૦૦૦ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે રૂપિયા ૨૬૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.
રાજ્યની ૩૦૦ કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી સ૨કારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમક શાળાઓમાં અંદાજે ૫૦૭૫ ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલ ઉમેદવારોને ૨૧૦૦૦ ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા પ્રાથમિક વિભાગ માટે TAT-2 પરીક્ષામાં ઉર્તિણ થયેલ ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચત્તર માધ્યમક વિભાગ માટે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષામાં ઉતર્ણ થયેલ ઉમેદવારો અ૨જી કરી શકશે. અ૨જી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગ૨ દ્વારા પ્રસિદ્ધ ક૨વામાં આવેલ શાળાઓની યાદી પૈકી તેઓ કઈ શાળામાં ‘જ્ઞાન સહાયક’ તરીકે કામગીરી ક૨વા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઇન કરવાની રહેશે અને Merit cum Preference મુજબ શાળાવા૨ જ્ઞાન સહાયકની યાદી તૈયા૨ કરી સંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે.SS1MS