ઊંચી તાડ જેવી યુવતીના પ્રેમમાં પડ્યો યુવક
નવી દિલ્હી, મોટા ભાગે આપણે જે પરંપરાગત કપલ જાેઈએ છીએ, તેમાં છોકરીઓની હાઈટ હંમેશા છોકરાથી ઓછી હોય છે. જાે છોકરી થોડી લાંબી છે, તો તેને ખભા સુધી આવી શકે છે. પણ કદાચ આપને ભાગ્યે જ આવા કપલ જાેયા હશે, જેમાં છોકરીએ પોતાના પાર્ટનરથી લગભગ ૧ ફુટ લાંબી હોય.
આવી જ એક જાેડી બ્રિટેનમાંથી સામે આવી છે, જેમાં છોકરો અને છોકરીની હાઈટમાં અંતર સ્પષ્ટ દેખાય છે. રિપોર્ટ અનુસાર, લિઝી ઝેડ ગ્રૂમબ્રિજ નામની છોકરીની હાઈટ ૬ ફુટ ૩ ઈંચ છે, જે છોકરીઓના હિસાબથી ખૂબ વધારે છે. ૨૯ વર્ષની લિઝીનો પાર્ટનર છે, ૩૦ વર્ષના જેમ્સ. એવું નથી કે જેમ્સ લિઝીથી વધારે ઊંચા કદનો છે, પણ તેની હાઈટ છોકરાઓના હિસાબથી થોડી ઓછી છે. જેમ્સની હાઈટ ૫ ફુટ ૮ ઈંચ છે.
લિઝી જણાવે છે કે, તે બાળપણમાં આટલી ઊંચી હાઈટને લઈને ખૂબ જ અજીબ અનુભવ કરતી હતી. ૧૬ વર્ષની ઉંમર સુધી તે ૬ ફુટની થઈ ચુકી હતી. જાે કે, હવે તે તેને લઈને કોન્ફિડેન્ટ રહે છે અને પોતાના અનુસાર કપડા અને હીલ્સ પણ પહેરે છે. હા એ વાત અલગ છે કે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે નીકળે છે, તો લોકો તેને વિચિત્ર નજરે જુએ છે.
સમાજ કંઈ પણ વિચારે, લિઝી અને તેના પાર્ટનર પોતાના કદના અંતરને લઈને કંઈ ખાસ નથી વિચારતા. તે સોશિયલ મીડિયા પર પોતાના તમામ વીડિયો અને તસવીરો નાખતા રહે છે. જેમાં હાઈટને લઈને તે એકબીજાની મજાક બનાવતા રહે છે. લિઝીનું કહેવું છે કે, તે પોતાના પાર્ટનરની આદતથી ખૂબ ખુશ છે, તે નેગેટિવ કમેન્ટથી જરાં પણ પ્રભાવિત થતાં નથી.SS1MS