Western Times News

Gujarati News

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૩ રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે થશે

15th August Independence day

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે : રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે

ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગતો:

કેબિનેટ મંત્રીશ્રીઓ
      ક્રમ મંત્રીશ્રીનું નામ જિલ્લો
૧. શ્રી કનુભાઈ દેસાઈ નવસારી
૨. શ્રી ઋષિકેશભાઈ પટેલ વડોદરા
૩. શ્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ
૪. શ્રી બળવંતસિંહ રાજપૂત સુરત
૫. શ્રી કુંવરજીભાઈ બાવળીયા અમદાવાદ
૬. શ્રી મૂળુભાઈ બેરા કચ્છ
૭. ડૉ. કુબેરભાઈ ડિંડોર છોટાઉદેપુર
૮. શ્રીમતિ ભાનુબેન બાબરિયા જૂનાગઢ
રાજ્યમંત્રીશ્રીઓ
૯. શ્રી હર્ષ સંઘવી દાહોદ
૧૦. શ્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા
૧૧. શ્રી પરષોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ
૧૨. શ્રી બચુભાઈ ખાબડ મહીસાગર
૧૩. શ્રી મુકેશભાઈ પટેલ ગાંધીનગર
૧૪. શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા ભાવનગર
૧૫. શ્રી ભીખૂસિંહજી પરમાર પંચમહાલ
૧૬. શ્રી કુંવરજીભાઈ હળપતિ નર્મદા

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.