Western Times News

Gujarati News

કામના પાઠક નવી રાજેશ બનેલી ગીતાંજલી મિશ્રા વિશે કાંઈક આવું કહે છે!

ભારતીય ટેલિવિઝન મનોરંજનના સ્રોત તરીકે ઘેર ઘેર વસ્યું છે અને અનેક રોચક અને મનોરંજક પાત્રોનું ઘર છે, જેમણે દર્શકોનાં મનમાં વિશેષ સ્થાન જમાવ્યું છે. આવું જ એક વહાલું પાત્ર એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશ સિંહનું છે. હવે દર્શકોને શોમાં રાજેશના પાત્રમાં વિખ્યાત અભિનેત્રી ગીતાંજલી મિશ્રા જોવા મળવાની છે. Kamna Pathak reacts to Geetanjali Mishra’s casting as the new Rajesh in Happu Ki Ultan Paltan!

ગીતાંજલી અતુલનીય અભિનય કુશળતા માટે જાણીતી છે અને ટેલિવિઝન તથા વેબ સિરીઝમાં તેના આકર્ષક પરફોર્મન્સને તેનો પ્રવેશ જાહેર થયો ત્યારથી દર્શકો પાસેથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. ચાર વર્ષ સુધી વહાલું પાત્ર અગાઉ ભજવનારી કામના પાઠક ગીતાંજલીનું ઉષ્માભર્યું સ્વાગત કરી છે, જે બંને પ્રતિભાશાળી અભિનેત્રીઓ વચ્ચેનો વાર્તાલાપ સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ ગયો છે.

હપ્પુ કી ઉલટન પલટનમાં નવી રાજેશ બનવા પર ગીતાંજલી મિશ્રાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં કામના પાઠક કહે છે, “અભિનંદન ગીતાંજલી, તને ભરપૂર પ્રેમ, રજ્જો મારા મનની એકદમ નજીક છે, આ પાત્ર મારી અંદર વસેલું છે, મને મને પ્રેમ મળ્યો છે અને હવે મને સંપૂર્ણ ખાતરી છે કે તને પણ ભરપૂર પ્રેમ મળશે. મારા તરફથી તમને અગાઉથી વધાઈ. હવે મારો નવ નવ બાળકોનો પરિવાર તમારે હવાલે, રાધે રાધે બોલી રહ્યા છે તમને.

કામના પાઠકના આ મીઠા પ્રતિસાદ વિશે ગીતાંજલી મિશ્રા કહે છે, “બહુ સારું લાગ્યું મારી વહાલી. તું અદભુત છે અને મેં મારા મનથી આ વાત ઈન્ટરવ્યુમાં પણ કહી હતી. હવે તારા આ ભરચક પરિવારની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને હું નિષ્ઠાપૂર્વક તે સંભાળવાનો પ્રયાસ કરીશ. દરોગાની ચટણી બનાવી દઈશ, પરંતુ ઘુયાંના પરાઠાની રેસિપી મોકલી દેશો બહેન.”.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.