હિમાચલમાં બિયાસ નદી ઓવરફ્લો થતાં ૩૦૦ રસ્તાઓ બંધ

(એજન્સી)સિમલા, હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે બિયાસ નદી ગાંડીતૂર થઈ છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું અને ૩૦૦થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
તે જ સમયે, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે ઉત્તરાખંડના છ જિલ્લા દેહરાદૂન, ટિહરી ગઢવાલ, પૌરી ગઢવાલ, નૈનીતાલ, ચંપાવત અને ઉધમસિંહ નગરમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રુદ્રપ્રયાગ જિલ્લાના ગૌરીકુંડમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. શનિવારે વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા.
Beas river overflows in #Pandoh #Mandi after heavy downpour #India #Floods #HimachalPradesh#BeasRiver #Storm #Landslides #Pandoh #Climate #Rain #FlashFloods #Flooding #Weather #Viral #हिमाचल_प्रदेश #मंडी #बाढ़ #ब्यास_नदी #पंडोह pic.twitter.com/j45wzC1Blt
— Earth42morrow (@Earth42morrow) August 12, 2023
અત્યાર સુધીમાં કુલ ૭ મૃતદેહ મળી આવ્યા છે. ૪ ઓગસ્ટે ભૂસ્ખલનમાં ૨૫ લોકો દટાયા હતા. દિલ્હીમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની ધારણા હવામાન વિભાગે વ્યકત કરી હતી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. યુપી, છત્તીસગઢના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના છે.