Western Times News

Gujarati News

નડિયાદમાં ચોરીના ઓઇલની બોટલો લઇ વેચવા આવતા ઈસમો ઝડપાયા

(પ્રતિનિધિ) નડિયાદ, અગાઉ બકરા અન્ય ચોરીઓના ગુનામાં પકડાયેલ ઇસમો પાસેથી ઓઇલ ચોરીની બોટલો નંગ-૧૬૮ કિ.રૂ.૫૩,૫૯૦/- ના મુદ્દામાલ સાથે ૩ ઇસમોને ઝડપી પાડી નડિયાદ ટાઉન ઘરક ચોરીનો અનડીટેકટ ગુનાઓ શોધી કાઢતી કાઇમ બ્રાન્ચ ખેડા-પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા

તથા આવા ગુનાઓ કરતા આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી જે આધારે એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેકેટર કે.આર.વેકરીયા નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ ગઇ તા.૧૨-૦૮-૨૦૨૩ ના રોજ એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઇ ચન્દ્રકાન્ત, ગીરીશભાઇ, જીતેન્દ્રકુમાર, શૈલેશકુમાર નાઓ નડિયાદ પો.સ્ટે.

વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મીલ રોડ પાસે આવતા જીતેન્દ્રકુમાર નાઓની બાતમી હકીકત મળેલ કે અગાઉ બકરા ચોરીમાં પકડાયેલ નડિયાદ સંતઅન્ના ચોકડી સાંઇબાબા નગર ખાતે રહેતા રોનક સુરેશભાઇ તળપદા નામનો ઇસમ ચોરીના ઓઇલની બોટલો લઇ વેચવા માટે ફરતો હોય

જેણે શરીરે આસમાની કલરનું ફુલ બાયની ટી-શર્ટ તથા લીલા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ જે હકીકત આધારે સદરી ઇસમના ઘરે જઇ તપાસ કરતા બાતમી વર્ણન મુજબનો તેમજ બીજા અન્ય બે ઇસમો પુઠાના બોક્ષમાંથી કંકઇ કાઢી કંતાનના કોથળામાં મુકતા હોય જેથી સદરહું ઇસમોને કોર્ડન કરી રોકી તેઓનું નામ-ઠામ પુછતા

તેઓએ (૧) રોનક સુરેશભાઇ તળપદા રહે નડિયાદ સંતઅન્ના ચોકડી સાંઇબાબાનગર તથા (૨) રોહિત જશુભાઇ તળપદા રહે.મામાજાટનો ખાડો માહિતી ભવન સામે કાંસ ઉપર તથા (૩) મનોજ ઉર્ફે મહેતો દીનેશભાઇ તળપદા રહે ખાડ વાધરી વાસ બળીયાદેવ વાળ ફળીયું તા.નડિયાદ જી.ખેડા નાઓના હોવાનું જણાવેલ સદરી ત્રણેય ઇસમોના પાસેના કંતાનમાં ચેક કરતા  ૫૦૦ મી.લી.ના પીળા કલરની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૮

કિ.રૂ.૩૭૮૦/- ની મળી આવેલ સદરી ઇસમોના નજીકના મકાન બાબતે પુછતા સદરહું મકાન રોનક સુરેશ તળપદાનું હોય જે મકાનમાં જઇ ચેક કરતા મકાનની અંદર ખુણામાં અલગ-અલગ કંપની પ્લાસ્ટીકની નાની-મોટી ઓઇલની બોટલો નગ-૧૬૮ કિ.રૂ.૫૩,૫૯૦/- ની ગણી લઇ સદરી ઇસમ પાસે

સદરી બોટલા બાબતે પુછતા સદરી ઇસમ સંતોષકારક જવાબ ન આપતો હોય તેમજ સદરહું બોટલો બાબતેજરૂરી આધાર પુરવા માંગતા રજુ કરેલ ના હોય જે ઉક્ત તમામ ઓઇલની બોટલો મળી આવતા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરી સદરી ઇસમોને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૨-૦૮-૨૦૨૩ નારોજ પકડી અટક કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.