દેત્રોજ અને ધોલેરા ખાતે ‘મેરી માટી, મેરા દેશ’ની ઉજવણી કરાઇ
‘માટીને નમન, વીરોને વંદન’ થીમ અંતર્ગત શિલાફ્લકમનું અનાવરણ, ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા, વસુધા વંદન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી ચાલી રહી છે.
ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ જનભાગીદારી થકી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં તમામ 469 ગામોમાં આ અભિયાનની ભવ્ય ઉજવણી બાદ હવે તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
જિલ્લાના દેત્રોજ અને ધોલેરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
તાલુકા કક્ષાના બંને કાર્યક્રમમાં વીર શહીદોની યાદમાં શિલાફ્લકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાં હાજર લોકોએ હાથમાં મુઠ્ઠીભર માટી લઈ ‘પંચ પ્રણ’ પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત વસુધા વંદન થીમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેત્રોજ અને ધોલેરા તાલુકાના નિવૃત્ત જવાનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, દેત્રોજ અને ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા બંને તાલુકાના સ્થાનિક આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.