Western Times News

Gujarati News

4 વર્ષીય બાળકીને પીંખી નાંખનાર ફુવાને ફાંસીના માંચડે લટકાવવા માંગ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલાઓ માટે ગુજરાત સલામત છે એવા દાવાઓ વચ્ચે ગોઝારી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. દુષ્કર્મીઓને માટે સરકારે કડક કાયદો બનાવી ફાંસીના માંચડે લટકાવી દેવા સુધીની સજાની જાેગવાઈ કરી હોવા છતાં કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના સાઠંબા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં સાસરીમાં આવેલા બાલાસિનોર પંથકના નરાધમ ફુવાએ તેના પરિવારની ૪ વર્ષીય દીકરીને લલચાવી ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે

પરિવારે સાઠંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર નરાધમ ફુવાને વિવિધ ટિમો બનાવી ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો ૪ વર્ષીય દીકરીના ગુપ્તભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી સંબધોને શર્મસાર કરતી ઘટના બનતા લોકોએ હેવાન ફુવાને ફાંસીના માંચડે લટકાવવો જાેઈએની ચર્ચાએ જાેર પકડ્યું છે

સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ સાંજના સુમારે મહેમાનના રૂપમાં રાક્ષશ બની સાસરીમાં આવેલા ફુવાએ પરિવારની ચાર વર્ષની દીકરીને લાલચ આપી ખેતરમાં રમાડવા લઇ ગયો હતો અને ખેતરમાં ચાર વર્ષીય દીકરી પર તૂટી પડી દુષ્કર્મ આચરી છાનોમાનો ઘરે મૂકી ગયો હતો

રાત્રીના સુમારે દીકરીના ગુપ્તભાગે અસહ્ય દુઃખાવો થતો હોવાથી દર્દથી કણસી ઉઠતા ચીસાચીસ કરી મુકતા દીકરીના પિતા નજીકના દવાખાને લઇ ગયા હતા દીકરીએ માતા-પિતાને તેની સાથે થયેલ કૃત્યની વાત કરતા પગની નીચેથી જમીન ખસકી ગઈ હતી

દીકરીની તબિયત લથડતા વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી દૂષ્કર્મનો ભોગ બનેલ દિકરીની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી સાઠંબા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુન્હો નોંધાતા પોલીસે વિવિધ ટિમો બનાવી નરાધમ ફુવાની અટકયાત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.