Western Times News

Gujarati News

“કહી મનેગા રાખી કા ત્યોહાર તો કહી છૂટેગા હસી કી બૌછાર!”

એન્ડટીવીના શો દૂસરી મામાં કૃષ્ણા અને નુપૂર રક્ષાબંધનની ઉજવણી કરવા માટે સંઘર્ષકરશે. હપ્પુ કી ઉલટન પલટનમાં હપ્પુ તેની ગર્ભાવસ્થા સાથે દર્શકોને આંચકો આપશે અને ભાભીજી ઘર પર હૈમાં વિભૂતિ તિવારીનો નોકર બનશે.

એન્ડટીવી પર દૂસરી માની વાર્તા વિશે કૃષ્ણા કહે છે, “યશોદા (નેહા જોશી) આસ્થા (અદ્વિકા શર્મા)ને ભટકાય છે અને વાર્તાલાપ શરૂ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ આસ્થા તેને ટાળે છે. બીજી બાજુ નુપૂર (અન્યા ગાવલન) કૃષ્ણા (આયુધ ભાનુશાલી) માટે રાખી ખરીદી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ અપૂરતા પૈસાને લીધે તેવું કરી શકતો નથી.

આ જોઈને કૃષ્ણા તેની સ્થિતિ સાથે સહાનુભૂતિ ધરાવે છે અને ઉસ્તાદજી (સ્વતંત્ર ભારત)ના સૂચનથી ભંડોળ ભેગું કરવા માટે કબડ્ડી મેચમાં ભાગ લેવાનું નક્કી કરે છે. દરમિયાન યશોદાને ખોટા આરોપોમાં સપડાવવા માટે રણધીર (દર્શન દવે) ડ્રગ્સ પ્રાપ્ત કરે છે અને તેની શયતાની યોજનામાં ગાયત્રીની સહાયમાગે છે. યશોદા અહીં આવી ચઢે છે, જ્યાં આસ્થા તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાયછે. દાદાજી તેમની વચ્ચે મધ્યસ્થી કરે છે.યશોદા આસ્થાને જણાવે છે કે તેને રાખી બાંધવા પૂર્વે આસ્થાએ કૃષ્ણાને સૌપ્રથમ રાખી બાંધવી જોઈએ.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની વાર્તા વિશે દરોગા હપ્પુ સિંહ કહે છે, “હપ્પુ (યોગેશ ત્રિપાઠી) લોહીનું પરીક્ષણ કરાવવા જાય છે, પરંતુ લેબ આસિસ્ટન્ટ સાથે દલીલે ચઢે છે. સાંજે રજ્જો (ગીતાંજલી મિશ્રા) રોમેન્ટિક વાતાવરણ બનાવે છે, પરંતુ હપ્પુ પ્રતિસાદ આપતો નથી, જેને લઈ રજ્જો નારાજ થાય છે. બેની (વિશ્વજિત ચેટરજી) હપ્પુને હકીમ પાસે મોકલે છે, જે તેની ઊર્જા પાછી લાવવા ચૂરણ આપે છે.

બીજા દિવસે કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને રાજેશ હપ્પુના લોહીના પરીક્ષણનો રિપોર્ટ લેવા માટે જાયછે અને હપ્પુને ગર્ભ છે એ જાણીને આંચકો લાગે છે. આ પછીની સવારે હપ્પુને પેટમાં ગડબડ થાય છે અને અથાણાં ખાવાનું મન થાય છે. સાથે ઊબકા પણ આવે છે. અમ્મા અને રજ્જો ડોક્ટરના નિદાનમાં વિશ્વાસ રાખે છે અને હપ્પુને આ અંગે જાણ કરતાં તેને આંચકો લાગે છે. આ સમાચાર શહેરમાં ફેલાઈ જાય છે, જેને લઈ અખબારોમાં પણ મથાળાં બને છે. બધા હપ્પુની સંભાળ રાખવાનું શરૂ કરે છે અને બેબી શાવર સમારંભનું આયોજન કરે છે.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈની વાર્તા વિશે મનમોહન તિવારી કહે છે, “તિવારી (રોહિતાશ ગૌર) ડેવિડ ચાચા (અનુપ ઉપાધ્યાય) અને વિભૂતિ (આસીફ શેખ) વચ્ચે ખલીબલી સુરેન્દ્ર મોહન તિવારી તૃતીય વિશેની વાત સાંભળી જાય છે. તેઓ ફોટો બતાવીને તેને માટે એક સમયે કેવા વફાદાર નોકર હતા તે વિશે ચર્ચા કરે છે અને હજુ પણ તક મળે તો તેની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

ઉપરાંત વિભૂતિ ટિપ્પણી કરે છે અન્ય તિવારી ધનાઢ્ય હતા અને મોડર્ન કોલોનીના પાડોશી તિવારી વિશે વાંધાજનક નિવેદન કરે છે. આથી તિવારીને દુઃખ પહોંચે છે. વેર વાળવા તે અન્ય ખલીબલી સુરેન્દ્ર મોહન તિવારી તૃતીયનો ફોટો ચોરી કરે છે અને તેની ફોટોકોપી બનાવે છે. તિવારી ડેવિડ ચાચાને બેવકૂફ બનાવવાની યોજના બનાવે છે અને પોતાને ખલીબલી સુરેન્દ્ર મોહન તિવારી તૃતીયનો પૌત્ર તરી દર્શાવે છે. ડેવિડ ચાચા અને વિભૂતિને હવે તિવારી માટે કામ કરવાની ફરજ પડે છે, જે તક વિભૂતિની નાલેશી કરવા માટે તિવારી ઝડપી લેવા માગે છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.