Western Times News

Gujarati News

તમિલનાડુના મદુરાઈમાં ચાલતી ટ્રેનમાં ભયંકર દુર્ઘટના, એક સાથે ૯ લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હી, તમિલનાડુના મદુરાઈમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. મદુરાઈમાં ટ્રેનના કોચમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ૯ લોકોનાં મોત થયા છે. આ દરમિયાન ૨૦ અન્ય લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મદુરાઈ રેલ્વે સ્ટેશન નજીક બોડી લેનમાં પાર્ક કરેલી પ્રવાસી ટ્રેનમાં શનિવારે વહેલી સવારે આગ લાગી હતી. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને પ્રવાસ કરતા હતા જેના કારણે ટ્રેનના કોચમાં આગ લાગી હતી.

થોડી જ વારમાં આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલવે તરફથી મળેલી માહિતી મુજબ આજે સવારે ૫.૧૫ વાગ્યે મદુરાઈ યાર્ડમાં પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી. ફાયર સર્વિસે પહોંચીને આગને કાબુમાં લીધી છે અને અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. દક્ષિણ રેલવેએ ટ્રેનમાં આગના કારણનો ખુલાસો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર પેસેન્જર દ્વારા ગુપ્ત રીતે ગેસ સિલિન્ડર લઈ જવાના કારણે આગ લાગી હતી.

અધિકારીઓએ કહ્યું કે, પેસેન્જરે ગેસ સિલિન્ડર છુપાવીને ટ્રેનમાં લઇ જતાં સમગ્ર દુર્ઘટના ધટી હતી.કોચમાં લાગેલી આગ ખૂબ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દક્ષિણ રેલવેએ જણાવ્યું કે, શનિવારે સવારે ૫.૧૫ વાગ્યે આગ લાગી હતી અને અડધા કલાક બાદ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર સર્વિસના જવાનોએ સવારે ૭.૧૫ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પથરાયેલી વસ્તુઓમાં સિલિન્ડર અને બટાકાની થેલીઓ અને રસોઇની અન્ય સામગ્રી પણ મળી આવી હતી. જેના કારણે અનુમાન છે કે પેસેન્જર કોચમાં રસોઈ બનાવી રહ્યાં હતા. આગ લાગવાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ડબ્બામાં ભીષણ આગ લાગી છે અને અમુક લોકો આજૂબાજૂમાં ચિસો પાડી રહ્યા છે. આ દરમ્યાન બાજૂના રેલવે ટ્રેક પરથી એક ટ્રેન પસાર થઈ રહી છે.

ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ દરમ્યાનના ડબ્બામાં સળગી ગયા હતા. આગ લાગવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક ટ્રેનને ખાલી કરાવામાં આવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા તમામ લોકો ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.