અંકલેશ્વરમાં નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ
કેમિકલ અને મશીનરી સાથે એક વ્યક્તિની ધરપકડ
(એજન્સી)ભરૂચ, ભરૂચ જિલ્લા પોલીસને મહાનિરીક્ષક સંદિપ સિંઘ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાતરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આ પ્રકારના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત અક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘણી બંધ કંપનીઓ અને ગોડાઉનમાં ગેરકાયદેસર ચીજવસ્તુનું ઉત્પાદન થતુ હોવાની બાતમી મેળવી કાયદેસર કાર્યવાહી કરવા જણાવવામાં આવતા પોલીસની ટુકડીઓ એલર્ટ બની છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટને મળેલી બાતમીના આધારે આર.કે.ટોરાણીની ટીમ દ્વારા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલીંગ શરૂ કરાયું હતું.
ક્રાઇમ બ્રાન્ચને હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં દઢાલ ગામની સીમમાં આવેલ સુદામા એસ્ટેટમાં આવેલ પ્લોટ નં-એલ-૧૫ માં આવેલ એસ્ટ્રો કેમ ફાર્મા બીલ્ડીંગમાં આવેલ ગોડાઉનમાં નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા ગેરકાયદેસર રીતે અલગ-અલગ કંપનીઓનું રજીસ્ટ્રેશન કરાવડાવ્યા વગર પોતાની તથા બીજાની જીંદગી જાેખમમાં મુકાય તે રીતે બેદરકારી ભર્યું આચરણ કરી
જંતુનાશક દવા બનાવી, ઇલેક્ટ્રોનિક મશીન વડે પેકીંગ કરી, કંપનીના લેબલ મારી જાતે સીલકરે છે અને જે તેના ગોડાઉનમાં હાલ કામ ચાલુ છે. બાતમીના આધારે ટીમના માણસો સાથે રેઇડ કરવામાં આવી હતી. દરોડામાં ગોડાઉનમાંથી અલગ- અલગ ઇલેક્ટ્રોનિક મશીન તથા અલગ-અલગ જંતુનાશક દવાઓના બોટલ
તથા પ્લાસ્ટીકની થેલીમાં જંતુનાશક દવાઓ બનાવવાનું કેમિકલ તથા અલગ-અલગ કંપનીના સૂપલિકેટ સ્ટીકરો મળી આવ્યા હતા. પોલીસ ૮.૫૩ લાખના ના મુદ્દામાલ સાથે નયનભાઇ ધીરૂભાઇ ઉમરેઠીયા ઉ.વ.૨૭ રહે ૪૦૩ સ્વર્ણ રેસીડન્સ ગોલ્ડન પોઇન્ટ ચોકડી
અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. તા-અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે મોટા વડાળા તા-કાલાવાડ જી-જામનગર નાને ઝડપી પાડી સીઆરપીસી કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.મા સોંપવામા આવેલ છે.