Western Times News

Gujarati News

દુધની દુકાને બનાવટી ચલણી નોટ વટાવવા આવેલો શખ્સ ઝડપાયો

પ્રતિકાત્મક

પાંડેસરામાં બનાવટી ભારતીય ચલણી નોટ સાથે એક ઈસમ ઝડપાયો

(એજન્સી)સુરત, સુરતમાં પાંડેસરા પોલીસે બનાવટી ભારતીય ચલણી નોટ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૫૦૦ના દરની ૭ બનાવટી ભારતીય ચલણી નોટ કબજે કરી હતી. પોલીસ તપાસમાં આરોપી યુ ટ્યુબ પરથી રીલ્સ જાેઇને પંજાબના લુધિયાણા ખાતે રહેતા ઇસમ પાસેથી આ નોટ લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

જેથી સુરત પોલીસની એક ટીમ લુધિયાણા ખાતે ગયી હતી અને ત્યાંથી વધુ એક ઈસમને પણ ૫૦૦ ના દરની ૪૫ બનાવટી નોટ તેમજ નકલી નોટ છાપવા માટેના સાધનો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં પાંડેસરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો,

તે દરમિયાન માહિતીના આધારે દુધની દુકાને ભારતીય બનાવટી ચલણી નોટ વટાવવા આવેલા પાંડેસરા પીયુષ પોઈન્ટ પાસે રહેતા ૨૧ વર્ષીય સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૫૦૦ના દરની ૭ બનાવટી નોટ કબજે કરી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તે ફર્નીચરના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યુ હતુ.

આ બનાવટી ભારતીય ચલણી નોટ તે યુ ટ્યુબ પર રીલ્સ જાેઇને પંજાબના લુધિયાણા ખાતે રહેતા ઇસમ પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું.મામલો ગંભીર હોવાથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ આ તપાસમાં જાેડાઈ હતી. પોલીસની એક ટીમ પંજાબના લુધિયાણા ખાતે ગઇ હતી

અને ત્યાંથી રાહુલ મોહિન્દર મલિકને પણ ૫૦૦ રુપિયાના દરની ૪૫ બનાવટી ભારતીય ચલણી નોટ તેમજ નકલી નોટ છાપવા માટેના સાધનો સાથે પકડી પાડ્યો હતો. આ સમગ્ર મામલે સુરતથી ઝડપાયેલા સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે.

જયારે લુધીયાણાથી ઝડપાયેલા આરોપીને પકડીને સુરત પોલીસ સુરત આવવા રવાના થઇ છે. ડ્ઢઝ્રઁ વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પાંડેસરા પંચમુખી હનુમાન મંદિર પાસેથી આરોપી સુરેન્દ્ર દશરથ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી છે. દૂધના વેપારી પાસે આરોપી ૫૦૦ ની ડુપ્લીકેટ નોટ વટાવવા આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.