Western Times News

Gujarati News

શ્વેતા શર્માની નવા ફોટોશૂટે ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો

મુંબઈ, ભોજપુરી સિનેમામાં ઉર્ફી જાવેદ તરીકે જાણીતી શ્વેતા શર્માને આજે કોઈ પરિચયની જરૂર નથી. શ્વેતાએ પોતાની ફેશનથી બધાની નજર પોતાની તરફ ખેંચી છે. ઉર્ફી જાવેદની જેમ શ્વેતા શર્મા પણ ઈન્સ્ટાગ્રામ દ્વારા રાતોરાત સ્ટાર બની ગઈ છે.

શ્વેતા શર્માના બિકીની લુક્સ સોશિયલ મીડિયાના કોરિડોર પર પ્રભુત્વ ધરાવે છે. તેની નખરાળી શૈલી લોકોને દિવાના બનાવી રાખે છે. શ્વેતા શર્માએ ભોજપુરી સિનેમામાં પોતાની સુંદરતાનો ડંકો વગાડતા ઘણી સફળતા મેળવી છે. તેને ઘણા મોટા પ્રોજેક્ટ્‌સની ઓફર મળવા લાગી છે. તસવીરોમાં કિલર પોઝ આપતી વખતે ફેન્સ માટે શ્વેતા શર્મા પરથી નજર હટાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.

શ્વેતા શર્માની બોલ્ડ તસવીરો પર કોમેન્ટ કરીને ઘણા યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ શ્વેતાને ઈન્સ્ટાની ફેશન ક્વીન કહી રહ્યા છે. આ જાેઈને શ્વેતાએ બોલ્ડનેસનો ટચ ઉમેરીને ઈન્ટરનેટ પર લાખો દિલ જીતી લીધા છે. ઈન્સ્ટા પર શ્વેતાના ૪૯૮દ્ભ ફોલોઅર્સ છે. શ્વેતા શર્માનો જન્મ બિહારના આરામાં થયો હતો. બાળપણથી જ શ્વેતા શર્માએ ફિલ્મી દુનિયાના સપના જાેયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.