Western Times News

Gujarati News

વિદેશી ધરતી પર વકરતો ખાલિસ્તાની ઉગ્રવાદ અટકાવવા PM મોદીનું પગલું યોગ્ય છે!

મુઠી પણ વાળવી છે અને હાથ પણ મિલાવવા છે! અશક્ય! ઇન્દિરા ગાંધી

ભારતે પંજાબમાંથી ખાલિસ્તાનવાદી ઉગ્રવાદને નેસ્ત નાબૂદ કરવામાં ઇન્દિરા ગાંધી સફળ થયા અને શહીદ થયા! હવે વિદેશી ધરતી પર વકરતો ખાલિસ્તાની ઉગ્રવાદ અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનું પગલું સર્વથા યોગ્ય છે!

તસવીર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની છે!! તેમણે કેનેડામાં પોતાની રાજકીય પ્રતિભા ઉજાગર કરી વિશ્વમાં પોતાની શાખ વધારવા ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યા એ ભારતે કરાવી હોવાનો આક્ષેપ કર્યો છે અને આ હત્યા છુપી નથી બે બંદૂક ધારીએ એ અલગતાવાદી હરદીપ ની હત્યા જાહેરમાં કરી છે!! કોઈપણ સરકાર રાજકીય હત્યા જાહેરમાં કરે ખરી?!

કહેવાય છે કે ખાદીસ્તાની નેતા ગેંગવોરમાં માર્યો ગયો છે ત્યારે તેની ખરાઈ કરવાની જવાબદારી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોની છે!! કહેવાય છે કે અમેરિકાએ પણ બે બાજુ બોલતું થયું છે?! કેનેડા અને અમેરિકા ભારતીય રાજદ્વારીઓની જાસૂસી પણ કરાવી રહ્યા છે?

આ માટે અત્ય આધુનિક ડિવાઇસીસ નો ઉપયોગ કરાતો હોવાનું પણ મનાય છે તો બીજી તરફ આઈ.એસ.આઇ સાથે મતભેદો કરતા આ હત્યાને અંજામ અપાયો હોવાનું પણ ભારત માને છે!! બીજી તસવીરમાં ભારતીય હાઈ કમિશનની કચેરીની બહાર ખાલિસ્તાન વાદીઓ ભારત વિરોધી પ્રદર્શન કરી રહ્યા છે

ત્રીજી તસવીર બ્રિટનમાં આવેલી ભારતીય હાઇ કમીશનની કચેરીની છે ત્યાં પણ ખાલીસ્તાન વાદીઓ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે!! ખાલીસ્તાની ભાઈ અવતાર સિંહ ખાંડાના શંકાસ્પદ મુત્યુનો મામલો પણ ઉઠાવાયો છે ત્યારે ભારત પોતાના હાઈ કમિશનર વિક્રમ હોરાઈસ્વામી અને બર્મિંગહામમાં કોન્સ્યુલિન જનરલ ઓફ ઇન્ડિયાના ડોક્ટર શશાંક વિક્રમને ખાલીસ્તાન વાદી હરદીપસિંહની હત્યા માટે જવાબદાર માંને છે!! તેથી ભારત તેમને કેનેડાને થોડું સોંપી દે?!

માટે જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ વાળી સરકારી આખરે વિદેશી ધરતી પર ખેલાતી ડિપ્લોમસી સામે લાલ આંખ કરીને કેનેડાના ૪૧ રાજદ્વારીઓને ભારત છોડી દેવા તાકીદ કરી છે એ યોગ્ય છે તે જવાબમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો હવે ભારત સાથે તેઓ વધુ સંબંધ બગાડવા માંગતા નથી

એવું કહેવાય છે પણ એવું નથી કહેતા કે ભારત અને કેનેડા આતંકવાદીઓનો એક થઈને સામનો કરીશું એક તરફ ઉગ્રવાદીઓ કેનેડામાં જગ્યા આપે છે અને બીજી તરફ ખાલીસ્તાન વાદી કીલ ઈન્ડિયા પોસ્ટરો ગુરપંતવંતસિંહ પન્નુ પોતાના ૩૫ દેશોમાં ઉગ્રવાદીઓ છે ભારતના રાજદ્વારી હત્યા કરી બદલો લેવાની વાત કરે છે ત્યારે હવે સમગ્ર વિશ્વને આતંકવાદ સામે લડવા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગંભીર પ્રયાસ ની જરૂર છે

જી-૨૦ સમિટ માટે કેન્દ્ર સરકારે વ્યવસાયલક્ષી મુદો ઉઠાવેલો પણ સાથે જી-૨૦ના દેશોની વૈશ્વિક આતંકવાદી લોકશાહી દેશોને એક મંચ પર એક કરી ખાત્રી લીધી હોત તો આજે કેનેડા સહિત કેટલા દેશો ખાલીસ્તાનવાદીઓને આશ્રય ન આપી શકત શ્રીમતી ઇન્દિરા ગાંધી દેશે ગુમાવ્યા છે હવે વધુ કોઈનો ભોગ આપી શકાય તેમ નથી. (ભરત ઠાકોર તથા માનદ મદદનીશ ગઝાલાશેખ દ્વારા)

કેનેડા અને બ્રિટનની ભારતીય હાઇકમિશન કચેરી સામે ખાલિસ્તાનવાદીઓ ખુલ્લેઆમ દેખાવો કરી રહ્યા છે ત્યારે લોકશાહી સરકારો આતંકવાદીઓને પોતાના દેશમાં કઈ રીતે પનાહ આપે છે?

અમેરિકાના પ્રમુખ થીયોડોર રુઝવેલ્ટ કહ્યું હતું કે ‘જ્યાં સુધી તમે જીતવા માટે રડતા નથી ત્યાં સુધી તમે મજબૂત ટક્કર આપી શકતા નથી’!! જ્યારે ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કહ્યું છે કે ‘મુઠ્ઠી પણ વાળવી છે અને હાથ પણ મિલાવવા છે’!! અશક્ય!!

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના સમયમાં ખાલીસ્તાનવાદીઓના આતંકવાદને નેસ્તો નાબૂદ કર્યો હતો!! આજે ફરી પંજાબમાં કટર પંથી શીખોએ માથું ઊંચક્યું છે અને વિદેશી ધરતી પરથી ચળવળ ચલાવતા થયા છે તે અટકાવવા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની સરકારે કેનેડિયન સરકાર સામે લાલ આંખ કરી ૧૦ ઓક્ટોબર સુધીમાં ૪૧ કેનેડિયન રાજધારીઓને પાછા બોલાવી લેવા આખરી તક આપી છે ત્યાર પછી કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપતા વિશ્વ કક્ષાએ તેના પડઘા પડ્યા છે પરંતુ એ સમયની સાથે જરૂરી હતું અને છે

પંજાબમાં અકાલીઓનું રાજકારણ અને શીખ ઉગ્રવાદીઓની સાઠગાંઠને નેસ્તા નાબૂદ કરવા દેશ હિતમાં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પોતાના જાનની બાજી લગાવી દીધી હતી તે ઉગ્રવાદ ને ફરી વિદેશી ધરતી પર ઉભો થવા ન દેવાય?!

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના એક સમયના ઐતિહાસિક શબ્દો હતા કે આ દેશમાં કોઈ એવું તત્વ છે કે દેશની પ્રજા ગમે તેટલી નિરક્ષરતા અને ગમે એટલા પછાત પણ છતાં મોટો પડકાર સામે આવીને ઉભો રહે ત્યારે છાતી કાઢીને એનો મુકાબલો કરે છે

મને પૂરી આશા છે કે એકતા દ્વારા આપણે આપણી સમક્ષની કપરી સમસ્યાઓ હલ કરીશું પંજાબમાં કોંગ્રેસની સરકારના મુખ્યપ્રધાન હરબારીસિંહના હરીફો અને અકાલીઓ જે માગણી કરી જેમાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર ધાર્મિક માગણીઓ સ્વીકારી પણ રાજકીય માગણીઓ સ્વીકારવાની અશક્તિ દર્શાવતા આ માટે કેન્દ્ર સરકારે ન્યાયાધીશના નેતૃત્વ વાળા પચની ઓફર કરી પણ અકાલીયોએ તે ન સ્વીકારીઓ

અને જનરેલસિંહ ભિનદરનવાલે ઉદામ શીખોને ઉશ્કેરી ત્રાસવાદનો આશરો લીધો પંજાબમાં લૂંટફાટ શરૂ થઈ!! અને સુવર્ણ મંદિરમાં આશરો લઈ અલગ ખાલીસ્તાનની માગણી કરનારાઓએ નિર્દોષ લોકોની હત્યા કરવા માંડી!! સરકાર સુવર્ણ મંદિર માં લશ્કર મોકલવા માગતી નહોતી

પરંતુ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ દેશની એકતા અખંડ જાળવવા સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલી બ્લ્યુ સ્ટાર ઓપરેશન કર્યું કહેવાય છે કે જેમાં ૪૦૦ થી વધુ શીખ ઉગ્રવાદીઓનો સફાયો થયો અને અંતે પંજાબ ઉગ્રવાદીઓના હાથમાંથી મુક્ત થયું!! તેની સામે દેશ માટે કરેલા ઐતિહાસિક ર્નિણય સામે ઇન્દિરા ગાંધીએ શહીદી વહોરી લીધી !! ક્યારે વિદેશી ધરતી પરથી ઉગ્રવાદીઓ ભારતને અસ્થિર કરવા પ્રયત્ન કરે તે કઈ રીતે ચલાવી લેવાય?!

ખાલિસ્તાનવાદી એ કિલઇન્ડિયાના પોસ્ટર લગાવી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારતીય રાજદ્વારીઓને હત્યા કરાવવા ઉગ્રવાદી ગરપંતવંતસિંહ પન્નુએ ધમકી આપી ૩૫ દેશોમાં તેમના ખાલિસ્તાનવાદીઓ પ્રસરેલા છે તેવા નિવેદનને ભારત સરકાર હળવાશથી ના લે નહીં તો ખાલિસ્તાન ઉગ્રવાદ ભારતમાં પાછો ફરશે. (આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.