Western Times News

Gujarati News

હરિયાણી સિંગરે પરિણીતાને ફંસાવીને પડાવ્યા ૪૮ હજાર

સુરત, ગુજરાતની સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, હરિયાણાના એક સિંગરે સુરતની પરિણીતાને બોલાવીને ૪૮ રૂપિયા ખંખેરી લીધા, એટલુ જ નહીં આ સિંગરે પરિણીતા સાથે પહેલા મોબાઇલ એપ દ્વારા વર્ચ્યૂઅલ સેક્સ માણ્યુ અને બાદમાં હૉટલમાં લઇ જઇને શારીરિક શોષણ પણ કર્યુ છે. હાલમાં સુરત પોલીસે હરિયાણા જઇને આરોપીની ધરપકડ કરી લીધી છે.

માહિતી પ્રમાણે, સુરતમાં રહેતી પરિણીતા સાથે હરિયાણાના એક સિંગરે ઠગાઇ અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં વાત એમ છે કે, જયપુરની એક ૩૧ વર્ષીય પરિણીતાને સિંગિંગનો જાેરદાર અભરખો ચઢ્યો હતો, આ માટે તેનો સંપર્ક મોબાઇલ એપ દ્વારા હરિયાણાના એક સિંગર સાથે થયો હતો. આ જયપુરની ૩૧ વર્ષીય પરિણીતાને સિંગિંગનો શોખ ખુબ હતો જેના કારણે તે છેલ્લા છેલ્લા દોઢ વર્ષથી મોબાઇલમાં મોબાઇલ એપ સ્ટારમેકર એપમાં પોતે ગાયેલા ગીતો પૉસ્ટ કરતી હતી. આ એપ પર લાઇવ પર્ફોર્મ અને સિંગિંગ પણ થતુ હતુ.

આ સિલસિલામાં આ પરિણીતાના સંપર્કમાં એપ મારફતે હરિયાણાનો સિંગર હરદીપસિંગ તેના સંપર્કમાં આવ્યો હતો. એપના મલ્ટિરૂમમાં હરદીપસિંગ પણ ગીતો ગાતો હતો અને તે પરિણીતાને ગીત ગાવા પ્રેરતો હતો, બન્ને વચ્ચે બાદમાં ગાઢ મિત્રતા કેળવાઇ. આ પછી બન્ને ટેલિગ્રામ પર વીડિયો કૉલ થકી પણ એકબીજા સાથે વાતચીત કરતા હતા. થોડા સમય બાદ હરદીપે વીડિયો કૉલ કરીને પરિણીતાને નગ્ન થવા મજબૂર કરી હતી. આ દરમિયાન હરદીપ પણ વીડિયો કૉલમાં ખુદ નગ્ન થઇ ગયો હતો, આમાં બંને વચ્ચે વર્ચ્યૂઅલ સેક્સ સંબંધો બંધાયા હતા.

ગયા એપ્રિલ માસમાં હરદીપે વીડિયો કૉલમાં વર્ચ્યૂઅલ સેક્સ કરાવીને તેનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધુ હતુ, પરિણીતાને બાદમાં સુરતની હૉટેલમાં મળવા બોલાવી જ્યાં તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, આ ઘટનામાં આરોપીએ બ્લેકમેલિંગ પણ કર્યુ હતુ અને પરિણીતા પાસેથી ૪૮ હજાર જેટલી રકમ પણ પડાવી લીધી હતી. આ મામલો બાદમાં મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસની એક ટીમ આ ઘટનામાં એક્શન લેતા હરિયાણાના રાયપુર કરનાલ પહોંચી હતી. જ્યાં ૩૫ વર્ષીય આરોપીને મોબાઇલ ફોનના આધારે ટ્રેક કરી તેને દબોચી લીધો હતો. આરોપી વારંવાર ફોન બંધ કરી દેતો હોઇ પોલીસે બે દિવસ વૉચ ગોઠવવી પડી હતી. આરોપીની પત્ની અને દીકરી પણ તેનાથી અલગ રહેતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.