Western Times News

Gujarati News

રેડ સૂટમાં માતા દુર્ગાના આર્શીવાદ લેવા પહોંચી સોનમ કપૂર

મુંબઈ, હાલમાં દેશભરમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ પ્રસંગે મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી સોનમ કપૂર પણ માતાના દર્શન કરવા માટે પહોંચી હતી. સોનમ કપૂર તેના પિતા અને એવરગ્રીન એક્ટર અનિલ કપૂર સાથે દુર્ગા પૂજા માટે પંડાલમાં પહોંચી હતી. આ દરમિયાન તે અભિનેત્રી રાની મુખર્જીને મળી હતી અને તેની સાથે ઘણા ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા.

સોનમ કપૂર દુલ્હનની જેમ લાલ સૂટ પહેરીને માતા દુર્ગાના આશીર્વાદ લેવા પહોંચી હતી. અભિનેત્રીએ ગ્લોસી મેકઅપ, ખુલ્લા વાળ અને કપાળ પર બિંદી સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. પંડાલમાં પહોંચ્યા બાદ સોનમ કપૂરે પહેલા માતાના આશીર્વાદ લીધા અને પછી રાની મુખર્જી સાથે પાપારાઝીને ઘણા પોઝ આપ્યા. આ દરમિયાન રાની મુખર્જી પણ સોનમ કપૂરના ગાલ પકડીને તેના પર પ્રેમ વરસાવતી જાેવા મળી હતી.

બંનેની આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. તમને જણાવી દઈએ કે રાનીએ સોનમના પિતા અનિલ કપૂર સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સોનમ કપૂર આ રેડ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.