ઘણી યુવતીઓ અભિનેત્રી આલિયા ભટ્ટને કરે છે ફોલો
મુંબઈ, અભિનેત્રી આલિયા ભટ્ટે બોલિવૂડમાં પોતાની જાતને એક લેવલ સેટ કર્યો છે. દરેક ફિલ્મમાં અભિનેત્રીએ અલગ-અલગ રોલ ભજવીને ફેન્સના દિલ પર રાજ કરી રહી છે. આલિયા ભટ્ટ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાં ટોચ પર છે. આલિયાએ ૧૯ વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. આલિયાનો ફેન બેઝ પણ ઘણો મોટો છે.
મહત્વનું છે કે યુવતીઓમાં આલિયાની લોકપ્રિયતા ભારે છે. ઘણી યુવતીઓ આલિયાને ફોલો કરે છે. એટલું જ નહીં આલિયા ભટ્ટ પણ ઘણી યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. આલિયાએ યુવતીઓને એક મૂલ્યવાન સલાહ આપી હતી. હાલમાં આલિયા ભટ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આલિયા કહે છે, ‘હું ક્યારેય લોકો માટે તૈયાર હોતી નથી.
અન્ય કોઈ શું કહે છે તેમાં પણ મને રસ નથી અને હું આ વાત કહેતા રહેવા માંગુ છું. કારણ કે હવે ઘણી યુવતીઓ ઈમ્પ્રેસ થઈ રહી છે. યુવતીઓને મોજ મજા કરવી ગમે છે. તેથી યુવતીઓ તેમના માતાપિતા પર દબાણ લાવે છે.
મારે આ લેવું છે ને પેલું લેવું છે. તેથી હું યુવતીઓને જે કહું તેને અવગણશો નહીં.. એમ આલિયાએ કહ્યું. આપણે જાેઈએ તો સેલિબ્રિટીઓ તેમના કપડાં ક્યારેય ફરીથી પહેરીને પુનરાવર્તન કરતા નથી, તે બઝ બધે જ છે. પરંતુ આલિયા તેના એકવાર પહેરેલા કપડા ફરીથી પહેરે છે. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો હતો. હાલમાં અભિનેત્રી ટોક ઓફ ધ ટાઉન છે.
આલિયાને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. અભિનેત્રીએ એવોર્ડ ફંક્શનમાં લગ્નની સાડી પણ પહેરી હતી. તો આલિયાએ શા માટે ફરીથી લગ્નમાં સાડી પહેરી? ઘણા લોકોને આ પ્રશ્ન હતો. ફેન્સના સવાલનો જવાબ આલિયાએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આપવાનો પ્રયાસ કર્યો છે અને યુવતીઓને સીખ આપી છે. આલિયાએ કહ્યું, “ખાસ દિવસ માટે ખાસ કપડાંની જરૂર હોય છે અને ઘણીવાર તમારી પાસે તે ખાસ કપડાં હોય જ છે. એક દિવસ માટે શું ખાસ હોઈ શકે? પરંતુ ઘણી વાર તમારી પાસે રહેલા કપડાં ખાસ હોઈ શકે છે.SS1MS