Western Times News

Gujarati News

રાજકોટના પડધરીમાં અમદાવાદની યુવતીની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો

પ્રતિકાત્મક

લિવ ઈન પાર્ટનરે ૨૯ વર્ષીય યુવતીની હત્યા કરીને લાશ સળગાવી

રાજકોટ, રાજકોટના પડઘરીમાં અમદાવાદની ૨૯ વર્ષની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. ૯ ઓક્ટોબરના રોજ પડધરીની ભાગોળમાંથી અર્ધી બળેલી યુવતીની લાશ મળી આવી હતી જે પછી ચકચાર મચી હતી તે આ યુવતી કોણ છે અને તેની હત્યા કોણે અને કેમ કરી.

પરંતુ પોલીસે અર્ધી સળગેલી ટ્રોલી બેગને આધારે લાશનો ભેદ ઉકેલી નાખ્યો છે. ફોરેન્સિક એનાલિસિસ અને સમાંતર તપાસને આધારે પોલીસે યુવતીના લિવ-ઈન પાર્ટનર કહેવાતા હત્યારા મેહુલ ચોટાલિયા ને ઝડપી લીધો હતો.

શહેરની એક હોટલમાં મેનેજર કમ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ચોટાલિયાએ મહિલા અલ્પા ઉર્ફે આયેશા મકવાણા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતાં ૩૨ ઓક્ટોબરના રોજ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. મેહુલ અને અલ્પા ૧૮ મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં હતા, પરંતુ તાજેતરમાં જ તેમની વચ્ચે તેમની વચ્ચે સામાન્ય વાતે ઝગડો થયો હતો.

ઝગડામાં અલ્પાએ મેહુલને થપ્પડ મારી હતી જે પછી તે મેહુલ એટલો ઉશ્કેરાઈ ગયો કે તેણે અલ્પાનું ગળું દબાવીને મારી નાખી હતી. હત્યા બાદ મેહુલ અલ્પાની લાશ બે દિવસ ઘરમાં મૂકી રાખી હતી કારણ કે તેને નિકાલનો કોઈ આઈડિયા મળતો નથી.

બે દિવસ પછી લાશ સડતાં લાગતાં અને તેમાંથી દુર્ગંધ આવતાં તેને ફાળ પડી કે પોતાની પોલ પકડાઈ જશે અને પડોશીઓ પોલીસને જાણ કરશે આવી તેણે અલ્પાની લાશનો નિકાલનો એક આઈડિયા શોધી કાઢ્યો.
અલ્પાની હાઈટ નાની હોવાથી મેહુલને એક આઈડિયા સૂઝી આવ્યો અને તે એક નવી ટ્રોલી બેગ ખરીદી લાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.