Western Times News

Gujarati News

બેંક ઓફ બરોડાને 100 કરોડનો ચૂનો લગાવી દંપતી વિદેશ ભાગી ગયું

સુરતમાં BoBને બિઝનેસમેને ૧૦૦ કરોડનો ચૂનો લગાવ્યો

(એજન્સી)સુરત, દેશમાં બેંક લોનને લઈને ફ્રોડની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે સુરતમાં એક દંપતીએ બેંક ઓફ બરોડાને ૧૦૦ કરોડનો ચૂનો લગાવ્યો છે. સુરતમાં હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટરે બેંક ઓફ બરોડામાંથી ૧૦૦ કરોડની લોન લીધી હતી. તે ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ કેટલાક રૂપિયા લઈને વિદેશ ભાગી ગયા હોવાની માહિતી મળી છે.

જેની હાલ મલ્ટીપલ ફરિયાદ થયેલી છે. હાલ સમગ્ર મામલે ગાંધીનગર સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં હાઈ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ અને તેમની પત્નીએ બેંક ઓફ બરોડામાંથી ૧૦૦ કરોડની લોન લીધી હતી. તે ઉપરાંત શહેરના અન્ય મોટા બિઝનેસમેન સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયા છે.

વિદેશ જતાં પહેલાં કંપનીના કર્મચારીને ડિરેક્ટર બનાવીને સતીષ અગ્રવાલને ડિરેક્ટરના પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો, જેથી તેના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં થાય. જે લોકો સાથે ઠગાઈ થઈ છે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે અમારી પાસે વિજય શાહના ફ્રોડના અનેક પુરાવા સામે આવ્યા છે. આ સમગ્ર કૌભાંડ બાબતે તેમણે ગાંધીનગર સીબીઆઈમાં ફરિયાદ દાખલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.