મોર્ડન રાવણ લુકમાં જોવા મળી અભિનેત્રી ઉર્ફી જાવેદ
મુંબઈ, ઉર્ફી પોતાની ફેશનને લઇને હંમેશ માટે ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી પોતાની ફેશનથી ફેન્સને ઘાયલ કરી દેતી હોય છે. આમ લેટેસ્ટ વાત કરવામાં આવે તો ઉર્ફી જાવેદે વિજ્યાદશમીના દિવસે ફેન્સને રાવણના લુકમાં ચોંકાવી દીધા.
નવા લુકમાં ઉર્ફીને જાેઇને લોકો ચોંકી ગયા. બિગ બોસ ઓટીટી સિઝન ૧નો ભાગ રહેલી એક્ટ્રેસે પોતાનો નવો વિડીયો શેર કર્યો છે જેમાં ઉર્ફીના ટોપ પર નંગા નાચ લખ્યુ છે અને વ્હાઇટ કલરના સનગ્લાસ પહેર્યા છે. જાે કે ટિ્વસ્ટ ઉર્ફી જાવેદના ચશ્મામાં છે. કારણકે ઉર્ફી જાવેદે એક ચશ્મા નહીં, પરંતુ રાવણના માથાના જેમ ચશ્માની લાઇન કરી દીધી છે. ઉર્ફી જાવેદનો આ અતરંગી આઉટફિટ હંમેશાની જેમ લોકો માટે આકર્ષિત બની રહ્યો. આ ડ્રેસિંગને જાેતાની સાથે ફરી લોકો અનેક પ્રકારના રિએક્શન્સ આપવા લાગ્યા છે.
એક યુઝર્સે લખ્યુ છે કે રાવણ અલ્ટ્રા પ્રો મેક્સ ૐડ્ઢ ૧૦૮૦ HD. ઉર્ફીની આ તસવીરો યુઝર્સે જાતજાતની કોમેન્ટ્સ કરી છે. એક યુઝર્સે લખ્યુ છે કે યે નંગા નાચ ક્યા લિખવા રખા હૈ..જ્યારે એક યુઝર્સે એવી કમેન્ટ કરી છે કે મેમ અબ યે કુછ જ્યાદા નહીં હો રહા હૈ…
એક ટ્રોલે લખ્યુ છે કે મોર્ડન રાવણ..આમ, આવી જાતજાતની કોમેન્ટ્સ લોકોએ કરી છે. ઉર્ફીના આઉટફિટ્સની વાત કરીએ તો એમાં કંઇકને કંઇક નવી સ્ટાઇલ જાેવા મળતી હોય છે. ઉર્ફીની લેટેસ્ટ સ્ટાઇલ જાેઇને લોકો માટે ચર્ચાનો મુદ્દો બનતો હોય છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્ફી જાવેદ બિગ બોસ ઓટીટી પછી અનેક રિયાલિટી શોમાં જાેવા મળી છે.
જાે કે કોઇ મોટો પ્રોજેક્ટ આ પછી સાઇન કર્યો નથી. ઉર્ફી જાવેદ ટીવી જગતથી લઇને મોટા પડદાના સિતારાઓ સુધી ફેમસ છે. રણવીર સિંહથી લઇને રાજ કુંદ્રા સુધીના અનેક સ્ટાર્સ ક્યારેકને ક્યારેક ઉર્ફી જાવેદનું નામ લઇને ચર્ચામાં રહેતા હોય છે. ઉર્ફીએ એક વાર કહ્યું હતુ કે રણવીરની સેકન્ડ વાઇફ બનવા તૈયાર છું. ઉર્ફી જાવેદ હંમેશા કોઇને કોઇ રીતે પોતાની ફેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે. ઉર્ફી જાવેદના વિડીયો તેમજ તસવીરો પર લોકો જાતજાતની કોમેન્ટ્સ કરતા હોય છે.SS1MS