મા-બાપ માટે ચિંતાજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
સિવિલ હોસ્પિટલઃ પેનનું ઢાંકણું ગળી ગયેલી બાળકીની સફળ સર્જરી
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત મા-બાપ માટે ચિંતાજનક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માત્ર નવ મહિનાની ઉંમરની સાક્ષી બાવરી રાજસ્થાનના ભીમપુરની રહેવાસી છે. ૧૫મી ઓક્ટોબરે સાંજે સાક્ષીની માતાએ એના મોઢામાં પેનના પ્લાસ્ટિકનો ટુકડો જાેયો અને એને કાઢવાની કોશિશ કરી પરંતુ નાકામ રહી અને પછી તરત જ સાક્ષીને ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયો હતો.
આસપાસની હોસ્પિટલો અને રાજસ્થાનમાં ઘણી બધી જગ્યાએ ફર્યા પછી એમને કોઈએ કહ્યું કે, ‘તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી જાઓ તો તમારો ઉપચાર તરત જ થઈ જશે.’
ત્યારબાદ સવારે લગભગ ૮ વાગ્યાની આસપાસ સાક્ષીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવી ત્યારે એની હાલત ખૂબ જ ગંભીર હતી. શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો. ઓક્સિજન સેચ્યુરેશન પણ આપણે એવું કહીશું કે, ૫૫થી ૬૦ની વચ્ચે રહેતું હતું. પહેલી વખત એવું થયું છે કે પેશન્ટની સ્ટ્રોંગ હિસ્ટ્રી અને મધરના સ્ટ્રોંગ સ્ટેટમેન્ટના આધારે સાક્ષીને ઈમરજન્સીમાં બ્રોન્કોસ્કોપી કરવામાં આવી
અને આશ્ચર્યચકિત થઈ જાય એવી વાત એવી છે કે, એના જમણા ફેફસામાં પ્લાસ્ટિકનો ટુકડો જે પેનના ઢાંકણાનો એક ભાગ હતો એ ફસાઈ ગયેલો એને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો. એક વખત આ ફોરેન બોડી નીકળી ગઈ પછી સાક્ષીની તબિયત એકદમ સુધારા પર આવી ગઈ હતી. ઈમર્જન્સી બ્રોન્કોસ્કોપીમાં ડૉ. રાકેશ જાેષી, ડૉ?. કલ્પેશ પટેલ, ડૉ. ભાવનાબેન અને ડૉ.નમ્રતાબેનનો ખૂબ મોટો સહયોગ રહ્યો અને એક ટીમ તરીકે સૌએ સાથે મળી અને એકબીજાના કોર્ડિનેશનમાં આ કોમ્પ્લેક્સ સર્જરી સારી રીતે પાર પાડી હતી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જાેશીએ આ અંગે જણાવ્યુ હતુ કે, ‘છેલ્લા બે વર્ષમાં ૫૧ બાળકોએ પીડીએફ સર્જરીમાં શ્વાસોશ્વાસની ક્રિયા અચાનક વધવાથી અને કોઈ ડેફિનેટ ફોરેન બોડી શ્વાસનળીમાં ઉતરી જવાની હિસ્ટ્રી સાથે દાખલ થઈ હતી અને તેમાંથી ૫૦% જેટલા બાળકો એક વર્ષથી નાની ઉંમરના છે.
દરેક મા-બાપે ખાસ ધ્યાન રાખવાની એવી વસ્તુ એ જ છે કે જ્યારે બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હોય ત્યારે આ પ્રકારની ફોરેન બોડી એના શ્વાસનળીમાં ન જાય અથવા મોઢામાં ન જાય એની ખાસ કાળજી લેવી જાેઈએ જેથી કરીને આવી ઈમરજન્સી સિચ્યુએશનમાં હોસ્પિટલમાં દોડવું ન પડે.