Western Times News

Gujarati News

યુવકનાં ગરદન પર ચાકુના અસંખ્ય ઘા મારી હત્યા (જૂઓ વિડીયો)

માત્ર 350 રૂપિયા માટે દિલ્હીમાં સગીરે એકની હત્યા કરી દીધી

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં એક સગીરે માત્ર ૩૫૦ રૂપિયા માટે એક વ્યક્તિની ર્નિમમ રીતે હત્યા કરી હતી. આ ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં આરોપી એક યુવક પર સતત ચાકુથી હુમલો કરતો જાેવા મળે છે અને બાદમાં તેની ગરદન પર ચાકુ રાખીને તેને કાપી નાખે છે. આરોપી વ્યક્તિ યુવકને મોતને ઘાટ ઉતારે છે અને પછી તેના મૃતદેહ સામે ઉભા રહીને ડાન્સ કરે છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના દિલ્હીના વેલકમ વિસ્તારના જનતા મજદૂર કોલોની વિસ્તારની છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવામાં મળ્યું હતું કે આ હત્યાના પાછળનું કારણ ચોરી હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પહેલા પીડિતાનું ગળું દબાવ્યું અને બાદમાં તેની ક્રૂરતાથી હત્યા કરી દીધી. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં આ હુમલાની ઘટના કેદ થઇ ગઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.