Western Times News

Gujarati News

જામનગરમાં લૂખ્ખાનો આતંક,વેપારી મહિલા ઉપર હુમલો કરી દુકાનમાં કરી તોડફોડ

જામનગર, જામનગરની સાધના કોલોનીમાં બે લુખ્ખા તત્વોએ એક વેપારી મહિલાની દુકાનમાં ઘુસી જઈ ફર્નિચરમાં તોડફોડ કરી મહિલા વેપારીના સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને રૂપિયા ૩ હજારના રોકડની લૂંટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. Terror in Jamnagar, shopkeeper attacked and ransacked the shop

જામનગરમાં આવેલી સાધના કોલોનીમાં રહેતી અને મહાલક્ષ્મી જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતી ભાવનાબેન મુકેશભાઈ તન્ના નામની ૪પ વર્ષની સિંધી લોહાણા વેપારી મહિલાએ પોતાના પર નિર્લજજ હુમલો કરી સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે તેમજ દુકાનના કાઉન્ટર માંથી રૂા.૩૦૦૦ની રોકડ રકમની લૂંટ ચલાવવા અંગે તેજ વિસ્તારમાં રહેતા બે માથાભારે શખસો બીપીન સોમાભાઈ ચાવડા અને હિતેશ ઉર્ફે સાકીડો સોમાભાઈ ચાવડા સામે પોતાની દુકાનમાં ઘુસી તોડફોડ કરવા અંગે તેમજ અડપલા કરીને લાજ લુંટવાનો પ્રયાસ કરવામાં આવ્ય્‌ હોવાની સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી રૂપિયા ૧૭,૦૦૦નો માલ સામાન ઉધાર લઈ ગયા હતા, જેથી મહિલા દુકાનદાર દ્વારા તેના પતિને જાણ કરાયા પછી પતિ દ્વારા તે પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી તેમજ તાજેતરમાં આરોપીઓ સામે દારૂનો કેસ કરવામાં આવ્યો છે,

જેમાં ફરિયાદી મહિલા અને તેના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરાઈ હોય તેનું મનદુઃખ રાખી દુકાનમાં આવી તોડફોડ કરી નાખ્યા પછી બંનેએ દુકાનદાર મહિલા વેપારી પર નિર્લજજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું ખુલ્યું છે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.