Western Times News

Gujarati News

ફિલ્મના ડાયરેક્ટરે પ્રિયંકા ચોપડા પાસે કરી હતી ડિમાન્ડ

મુંબઈ, અંદાઝ અને હા મૈંને ભી પ્યાર કિયા હૈ જેવી ફિલ્મો માટે જાણીતા નિર્માતા સુનીલ દર્શને હાલમાં જ અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિશે મોટો ખુલાસો કર્યો છે. બોલિવૂડ બાદ હોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સની દેઓલ સાથે ‘હીરોઃ લવ સ્ટોરી ઓફ અ સ્પાય’માં અભિનયની શરૂઆત કરી હતી. પરંતુ અભિનેત્રીને ખરી પ્રસિદ્ધિ ફિલ્મ ‘અંદાઝ’થી મળી હતી.

પ્રિયંકા ‘અંદાઝ’માં અક્ષય કુમાર અને અભિનેત્રી લારા દત્તા સાથે જાેવા મળી હતી. બીજી જ ફિલ્મમાં પ્રિયંકાએ તેના જાેરદાર અભિનયથી સાબિત કરી દીધું કે તેની પાસે ટોચની અભિનેત્રી બનવાના તમામ ગુણો છે. હાલમાં જ આ ફિલ્મના નિર્માતા સુનીલ દર્શને અભિનેત્રી વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુનીલે કહ્યું કે તેણે પ્રિયંકાને નાક ઠીક કરવા કહ્યું હતું.

તાજેતરમાં ઝૂમ પરની વાતચીતમાં સુનીલ દર્શને કહ્યું હતું કે, “હું મારી ફિલ્મમાં એક નવો ચહેરો લેવા માંગતો હતો અને એક દિવસ મને રિસેપ્શન પરથી ફોન આવ્યો કે એક છોકરી મને મળવા આવી છે, તે છોકરી હતી પ્રિયંકા ચોપરા. સુનિલે કહ્યું, તે કોઈ સુંદરી નહોતી, પરંતુ ૧૫ મિનિટમાં જ મને ખબર પડી ગઈ કે હું તેને કાસ્ટ કરવા જઈ રહ્યો છું. કારણ કે તેની આંખો ખૂબ જ અદ્ભુત હતી, તેનો અવાજ સેક્સી હતો.

સાથે જ તેની કામ કરવાની ભૂખ પણ હતી. સુનિલે કહ્યું કે, મેં ૧૫ મિનિટની અંદર પ્રિયંકાને કહ્યું કે તે આ રોલ માટે બેસ્ટ છે, પરંતુ હવે તેણે તેના નાકની સમસ્યાને તાત્કાલિક ઠીક કરવી જાેઈએ. જેના પર પ્રિયંકાએ કહ્યું, ‘કોઈ વાંધો નહીં સર, હું તૈયાર રહીશ..’ મેં તેને કહ્યું કે અમે ૧૦ દિવસમાં ફ્લોર પર જઈ રહ્યા છીએ, પરંતુ તેણે કહ્યું કે તેને વધુ સમયની જરૂર છે.

સુનીલે આ દરમિયાન પ્રિયંકાની મહેનતની પણ પ્રશંસા કરી હતી. એ પણ જણાવ્યું કે, “તે સમયે પ્રિયંકાની ડાન્સિંગ સ્કિલ બહુ સારી ન હતી, તેથી તેને કોરિયોગ્રાફર વીરુ કૃષ્ણન પાસે મોકલવામાં આવી હતી. જે બાદ તેણે સવારે ૭ વાગ્યાથી મધ્યરાત્રિ સુધી આખો મહિનો તાલીમ લીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.