Western Times News

Gujarati News

BJPના છ કાઉન્સિલરોએ બળવો કરતાં સોજિત્રા નગરપાલિકાને સુપરસીડ કરાઈ

આણંદ, આણંદ જિલ્લાની સોજીત્રા નગરપાલિકામાં સત્તાની સાઠમારીને પગલે કમિટીઓની રચના મંજૂર થઈ શકી ન હતી. જે અંગે પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરી તેનો જવાબ રજૂ કરવા કારણદર્શક નોટિસનો જવાબ આપવામાં નિષ્ફળ ગયેલી પાલિકાને સુપરસીડ જાહેર કરાઈ છે. સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. હાલ વહીવટદાર તરીકે મામલતદારની નિયુક્તિ કરવામાં આવી છે.

સોજિત્રા પાલિકામાં બાકી રહેલી અઢી વર્ષની મુદત માટેની ચૂંટણીમાં ભાજપના છ કાઉન્સિલરોએ બળવો કરી કોંગ્રેસના સહકારથી પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખપદ મેળવ્યું હતું જેથી તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

ત્યારબાદ તેમના સભ્ય પદ રદ કરવા માટે શહેરી વિકાસ વિભાગમાં અરજી પણ કરાઈ હતી. જોકે સત્તા હસ્તગત કરનાર જૂથમાં કારોબારી કમિટીના ચેરમેનને લઈ વિવાદ સર્જાતા સમિતિઓની રચના કરી શકાઈ ન હતી.

જે બાબતે રાજયના શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલિકાને સુપર સીડ કેમ ન કરવી તે અંગે સામાન્ય સભામાં ઠરાવ કરીને તેનો જવાબ રજૂ કરવા ૧૬મી નવેમ્બર સુધીમાં કારણદર્શક નોટિસ આપી હતી. જેનો જવાબ ન મળતા કાર્યવાહી કરાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.