Western Times News

Gujarati News

રાજકોટમાં સીંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા સામે આવી

રાજકોટ, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની ભરમાર જાેવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં સીંગતેલમાં વ્યાપક ભેળસેળની આશંકા છે.

તો શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગના મોટાપાયે દરોડા પાડ્યા છે. તો જિલ્લાની ૧૬ ઓઈલ મીલમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા છે. તો શહેરની તેલની ૩ પેઢીઓમાંથી પણ નમૂના લેવામાં આવ્યા છે.

તો આરોગ્ય વિભાગે તેલના ૨૪ નમૂના ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. તો રાજ્યના ફૂડ વિભાગના આદેશથી આરોગ્ય વિભાગની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે.

તો બીજી તરફ અમરેલીના લીલીયાના પીપળવા ગામમાં પાણીના પ્લાન્ટના નામે નકલી ઘી બનાવવાનું રેકેટ ચાલતુ હોવાનું સામે આવ્યુ છે.

બાતમીના આધારે પોલીસની ટીમે દરોડા પાડી નકલી ઘીનું નેટવર્ક ઝડપી લીધુ છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.