અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે
અમદાવાદ, સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા લોકોના પ્રિય નેતા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ તેમના મત વિસ્તારમાં જનસભા સંબોધશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલ પહેલીવાર ગુજરાત આવશે.
દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ ૭ જાન્યુઆરીએ ગુજરાત આવશે. આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે. ગુજરાત પ્રભારી સંદીપ પાઠકે આ અંગે માહિતી આપી છે.
સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા લોકોના પ્રિય નેતા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ તેમના મત વિસ્તારમાં જનસભા સંબોધશે.
અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલ પહેલીવાર ગુજરાત આવશે. SS3SS