Western Times News

Gujarati News

ગાડી ભરૂચમાં અને ટોલટેક્ષ કપાયો વાપી ટોલનાકે? ફાસ્ટ ટેગમાંથી પૈસા કપાયા

ફાસ્ટ ટેગમાંથી પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા કાર માલિક અચંબિતમાં મુકાયો

(પ્રતિનિધિ)ભરૂચ, ટોલના સુચારુ આયોજન માટે કેન્દ્ર સરકારે ફાસટેગને ફરજિયાત બનાવ્યું છે.જેના કારણે વાહન ચાલકનો સમય વ્યય પણ થતો નથી અને સરકારની તિજોરીને પણ કોઈ નુકસાન થતું નથી.પરંતુ આ વ્યવસ્થાને અમલીકરણમાં કેટલીક ખામી રહી જવાના કારણે વાહન ચાલકોએ આર્થિક નુકસાન વેઠવું પડે છે.જેનો તાજો કિસ્સો ભરૂચના એક વાહન માલિક સાથે બન્યો છે.

અંકલેશ્વરના રહીશ હિમાંશુભાઈ રમેશભાઈ લીંબચ્યા પોતાની માલિકીની ક્રેટા કાર ધરાવે છે.જેનો નંબર જીજે ૧૬ ડીજી ૨૫૫૬ છે.તેઓ છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જીલ્લો છોડીને બહાર ગયા નથી. પરંતુ પરમ દિવસે રાત્રે તેમની ગાડીના ફાસટેગ સાથે લિંક મોબાઈલ નંબર ઉપર ભગવાડા વાપી પરથી ૭૫ રૂપિયા ટોલના કપાયો હોવાનો મેસેજ મળ્યો હતો.

આ મેસેજ જોઈને હિમાંશુભાઈ ચકિત થઈ ગયા હતા કે ગાડી ભરૂચમાં પાર્ક છે તો આ ટોલ વાપીમાં કઈ રીતે કપાયો.આ અંગે તેમણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને વાપી ટોલ મેનેજરને જાણ કરી હતી.વાપી ટોલ મેનેજરે તેમને એક સફેદ કલરની ક્રેટાનો વિડિયો મોકલયો હતો જેનાથી તેમનો ટોલ કપાયો હતો.

ટોલ સંચાલકોએ આ અંગે તેમના બચાવમાં કહ્યું હતું કે,જ્યારે ફાસટેગ ડીટેક્ટ ના થાય ત્યારે મેન્યુઅલ નંબર નાખતી વખતે જો નંબર લખવામાં એકાદ આંકડાની ભૂલ થાય તો ટોલ કપાય જતો હોય છે.જેની ફરિયાદ કરવામાં આવે તો રિફંડ મળી જતું હોય છે.

પરંતુ જ્યારે હિમાંશુભાઈ વીડિયોમાં દેખાતી કારનો નંબર સ્પષ્ટ દેખાતો ન હોવાથી નંબર માંગતા વાપીના ટોલ સંચાલકોએ આ નંબર બરાબર દેખાતો નથી જેવું બહાનું આપી નંબર આપવાની ચોખ્ખીના કહી દીધી હતી.જેથી હિમાંશુભાઈને દાળમાં કંઈક કાળું હોવાની શંકા ઉપજી હતી.

આ અંગે હિમાંશુભાઈએ શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ટોલ વાળા નંબર દેખાતો નથી એવું કહીને હાથ અધ્ધર કરી લેતા હોય તો વીડિયોમાં દેખાતી કાર મારી ગાડીની જેમ બ્લેક હોય અને આગળ જઈને હિટ એન્ડ રન કરે તો ટોલના ડેટામાં મારો જ નંબર દેખાય ને.તેમણે બીજો ગંભીર સવાલ એ ઊભો કર્યો હતો કે, જો ફાસટેગ ડિટેક્ટના થાય તો એવા સંજોગોમાં વાહન માલિક પાસે રોકડા રૂપિયા લેવાના હોય તો

આ ટોલવાળા જે ગાડીનો નંબર દેખાતો ના હોય તો મેન્યુઅલી નંબર કઈ રીતે નાખી શકે? હકીકતમાં આ એક ગોટાળો છે.જો બધા ટોલ પર તપાસ કરવામાં આવે તો મોટી ગેરરીતિ સામે આવી શકે છે.ભરૂચમાં પણ એવા બનાવ બન્યા છે કે ગાડી ટોલબુથ માંથી પસાર નથી થતી તેવી ગાડીઓના પણ ટોલ કપાય રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.