Western Times News

Gujarati News

અરબાઝ ખાનના લગ્ન બાદ સામે આવ્યો ઉદાસ EX ગર્લફ્રેન્ડનો વિડીયો

મલાઇકા પણ ડોગ લવર છે, ઘણા લોકોએ જ્યોર્જિયાના ઈન્સ્ટાગ્રામ પર પણ કમેન્ટ્‌સ કરી છે કે દુખ થઇ રહ્યું છે

લોકોને લાગી રહ્યું છે કે અરબાઝના લગ્નના કારણે તે ઉદાસ છે

મુંબઈ,બોલિવૂડ અભિનેતા અરબાઝ ખાને તાજેતરમાં જ બીજા લગ્ન કરી લીધા છે. આ વખતે તેના અફેરના સમાચારની જગ્યાએ સીધા તેના લગ્નના સમાચાર સામે આવ્યા છે. અરબાઝ પહેલાં જ્યોર્જિયા એન્ડિÙયાનીની સાથે રીલેશનશિપમાં હતો. થોડા દિવસો પહેલાં જ જ્યોર્જિયા પોતાના બ્રેકઅપ અંગે મીડિયાને જણાવી ચૂકી હતી. ત્યારે અરબાઝના લગ્ન બાદ હવે જ્યોર્જિયાનો એક વિડીયો સામે આવ્યો છે.

વિડીયોમાં જોઇ શકાય છે કે હંમેશાની જેમ તે પોતાના ડોગને બહાર લઇને જઇ રહી છે, પરંતુ લોકોને લાગી રહ્યું છે કે જ્યોર્જિયા અરબાઝના લગ્ન થઇ જવાથી ખૂબ જ રડી છે. જ્યોર્જિયા એન્ડિÙયાનીને ઘણી વખત તેના ડોગને વોક કરાવતી સ્પોટ કરવામાં આવે છે. પરંતુ હાલમાં તેનો વિડીયો સામે આવ્યો છે, જેમાં લોકોને લાગી રહ્યું છે કે અરબાઝના લગ્નના કારણે તે થોડી ઉદાસ છે. આપને જણાવી દઇએ કે મલાઇકા સાથે છૂટાછેડા લીધા બાદ અરબાઝ લાંબા સમય સુધી જ્યોર્જિયા સાથે રીલેશનશિપમાં રહી ચૂક્યો છે.

લોકડાઉન દરમિયાન બંનેને સાથે રહેતા પણ જોવામાં આવ્યા હતા. પરંતુ હવે અરબાઝે કોઇ બીજાનો હાથ પકડીને લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. જ્યોર્જિયા લેટેસ્ટ વિડીયોમાં પોતાના ડોગ સાથે જઇ રહી છે અને સાંજના સમયે બ્લેક ગોગલ્સ પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. જ્યોર્જિયાનો આ વિડીયો અરબાઝના નિકાહ બાદ સામે આવ્યો છે, જેથી એક યુઝરે કમેન્ટ કરી કે, “ખૂબ રડી છે, અરબાઝના લગ્નના સમાચાર મળ્યા તેથી જ સાંજે પણ સનગ્લાસ લગાવ્યા છે.”

ઘણા લોકોએ આ વાત પર સહમતિ દર્શાવી છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “જવા દો, દિલ તુટ્યું છે બીચારીનું.” એક યુઝરે લખ્યું છે કે, તે ઘણા લાંબા સમય સુધી અરબાઝની ગર્લફ્રેન્ડ રહી પણ તેની સાથે લગ્ન ન કર્યા. વધુ એક યુઝરે કમેન્ટ કરી કે, અરબાઝની બધી સરખી જ છે. આપને જણાવી દઇએ કે મલાઇકા પણ ડોગ લવર છે. ઘણા લોકોએ જ્યોર્જિયાના ઈન્સ્ટાગ્રામ પર પણ કમેન્ટ્‌સ કરી છે કે દુખ થઇ રહ્યું છે. થોડા દિવસો પહેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યોર્જિયાએ જણાવ્યું હતું કે, તેનો અને અરબાઝનો સંબંધ ખતમ થઇ ચૂક્યો છે.

જ્યોર્જિયાએ એમ પણ કહ્યું હતું કે, તેને પસંદ નથી કે લોકો તેને અરબાઝની ગર્લફ્રેન્ડ કહીને બોલાવે. જ્યોર્જિયાએ જણાવ્યું હતું કે, તે અરબાઝથી અલગ છે, હેપ્પી સોલ છે અને કદાચ આ જ કારણોસર તે બંને સંબંધને આગળ ન વધારી શક્યા. જોકે, બ્રેકઅપ વિશે વાત કરતી સમયે જ્યોર્જિયા થોડી ઈમોશનલ થઇ ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.