હાથમાં હાથ નાખીને કેટ-વિકી એરપોર્ટ પર થયા સ્પોટ
મુંબઈ, સિદ્ધાર્થ-કિયારા, રણદીપ હુડ્ડા-લીન અને હવે બોલિવૂડના મોસ્ટ લવિંગ કપલમાંથી એક વિકી કૌશલ અને કેટરીના કૈફ હાલમાં નવું વર્ષ એન્જોય કરવા માટે રવાના થઇ ગયા છે. હાલમાં કપલ એરપોર્ટ પર સ્પોટ થયા.
આ દરમિયાન કપલ એકબીજાના હાથમાં હાથ નાખીને જોવા મળ્યા. આ દરમિયાન સોશિયલ મિડીયામાં તસવીરો વાયરલ થઇ રહી છે, જેમા કેટરીના અને વિકીની કેમિસ્ટ્રી જોઇને ફેન્સ ખુશ થઇ ગયા છે. સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કો કે કેટરીના કૈફે વ્હાઇટ ટોપની સાથે બ્લેક જીન્સ અને લોન્ગ કોટ પહેર્યો છે. આ લુકમાં કેટરીના મસ્ત લાગી રહી છે. જો કે આ લુકમાં કેટરીનાને ઓળખવી મુશ્કેલ બની જાય છે.
આમ, વિકીની વાત કરવામાં આવે તો એક્ટરે બ્લેક ટી શર્ટ અને જીન્સની સાથે સામાન્ય ક્રીમ કલરનું ફેશનેબલ જેકેટ પહેર્યુ છે. આ કપલ ખૂબ રોમેન્ટિક અંદાજમાં એરપોર્ટ પર સ્પોટ થયા હતા. આ દરમિયાન કેટ અને વિકી એકબીજાના હાથમાં હાથ નાખીને જબરજસ્ત અંદાજમાં એરપોર્ટ એન્ટ્રી લેતા જોવા મળ્યા. આ તસવીરો પર ફેન્સની નજર ટકી ગઇ છે. આ બન્ને કેમેસ્ટ્રી હાલમાં લોકોને ખૂબ પસંદ પડી રહી છે.
આ દરમિયાન કપલ ગોલ્સ આપતા જોવા મળી રહ્યા છે. કેટ-વિકીનો આ વિડીયો અને તસવીરો હાલમાં લોકોને ખૂબ પસંદ પડે છે. કેટરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં એક્ટ્રેસ ટાઇગર ૩માં જોવા મળી. આ સિવાય આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાની સાથે વિજય સેતુપતિ સ્ટારર મેરી ક્રિસમસ અને ફરહાન અખ્તરની જી લે જારાનો પણ હિસ્સો છે. આ સિવાય કેટરીના પાસે Merry Chrishmas પણ છે.
વિકી કૌશલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં સેમ બહાદુર અને ડંકીમાં જોવા મળ્યો હતો. આ સિવાય વિકી કૌશલ મેરે મહેબૂબ સનમ અને છાવા જેવી ફિલ્મોમાં જોવા મળશે. વિકી કૌશલનો રોલ લોકોને ખૂબ પસંદ પડે છે. આ તસવીરોમાં તમે જોઇ શકો છો વિકી કૌશલ અને કેટરીના કૈફ એકદમ ખુશ દેખાઇ રહ્યા છે. એરપોર્ટ પર કપલ એકદમ કુલ લુકમાં જોવા મળ્યા. આ લુકમાં લોકોને કેટરીના કૈફના અને વિકી કૌશલના બ્લેક ચશ્મા ખૂબ ગમી ગયા છે.SS1MS