Western Times News

Gujarati News

પુત્રી રાશા સાથે રવીના ટંડન પહોંચી સોમનાથ મંદિર

મુંબઈ, રવિના ટંડન સોમનાથ જ્યોતિ‹લગ મંદિર દર્શન કરવા માટે પહોંચી. તેની સાથે તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી. જે આજકાલ પોતાના ડેબ્યુને લઈને ચર્ચામાં છે. રવીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહાદેવ દર્શન અને પૂજા કરતા જોવા મળે છે. અત્રે જણાવવાનું કે હાલ રવીના પોતાની અપકમિંગ વેબસિરીઝ કર્મા કોલિંગને લઈને ચર્ચામાં છે.

પોતાની નવી વેબ સિરીઝ કર્મા કોલિંગની રિલીઝ પહેલા રવિનાએ પુત્રી રાશા સાથે પૂજા અર્ચના કરી અને ભગવાનના આશીર્વાદ લીધા. રવીના સાથે તેની ટીમ પણ હાજર હતી. રવીનાની આ પોસ્ટમાં આ ટ્રીપની ખુબસુરત ઝલક જોવા મળી રહી છે જ્યાં મંદિરથી બહાર અને અંદરનો નજારો પણ જોવા મળી રહ્યો છે. માતા અને પુત્રી બંને ટ્રેડિશનલ લુકમાં છે અને બંનેએ માથા પર ચંદનનો ટીકો કરેલો છે.

રવીનાએ આ પોસ્ટ શેર કરતા લખ્યું છે કે લખ્યું છે કે આ તસવીરો સોમનાથ મંદિર ટ્રસ્ટ પાસેથી પરમિશન લીધા બાદ શેર કરાઈ છે. રવીનાની આ પોસ્ટ પર લોકો સતત હર હર મહાદેવનો જયકાર લગાવતા જોવા મળી ર હ્યા છે.

વેબ સિરીઝ કર્મા કોલિંગની વાત કરીએ તો તે આ મહિનાની ૨૬ જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત રવીના વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ વેલકમ ટુ ધ જંગલમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અક્ષયકુમાર, દિશા પટણી, અરશદ વારસી, શ્રેયસ તળપદે, સંજય દત્ત, જેક્લીન ફર્નાન્ડિઝ, જોની લિવર, રાજપાલ યાદવ પણ જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.