ખેતરમાં ઉગાડેલા ગાંજાના છોડના જથ્થા સાથે ખેડૂતની અટકાયત કરી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ શાખાના પોલીસ ઇન્સ્પેકટર આર એ પટેલને બાતમી મળી હતી કે ઘોઘંબા તાલુકાના શામળકૂવા ગામે એક ખેતરમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે, કે ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસે બાતમી મુજબના ખેતરમાં છાપો માર્યો હતો,
પોલીસે ખેતરમાલિક ગલુંભાઈ દેવજીભાઈ રાઠવાને સાથે રાખીને ખેતરમાં તપાસ કરતા ૫ જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જે પોલીસ દ્વારા કબ્જે લઇને તેનું વજન કરતાં ૧૩ કિલોગ્રામ વજન થયું હતું, જેથી આરોપી ગલુંભાઈ દેવજીભાઈ રાઠવાની અટકાયત કરવામાં આવી હતી, તેમજ લીલા ગાંજાના છોડનો જથ્થો કબજે લઇને રાજગઢ પોલીસમથકે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.