Western Times News

Gujarati News

કાંકરીયા વિસ્તારમાં સૌથી વધુ 2560 મિલકતોને બાકી પ્રોપર્ટી ટેક્ષ મામલે તાળાં લાગ્યાં

રૂ.૬.૭૪ કરોડ ટેક્ષ આવક પેટે મ્યુનિસીપલ તિજોરીમાં ઠલવાયા

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસીપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા શહેરમાં જોશભેર બાકી પ્રોપર્ટી ટેક્ષ વસુલાતની ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશ હેઠળ પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા મોટી રકમના ડિફોલ્ટર્સની કોમર્શીયલ મીલકતોને તાળાં મારવામાં આવી રહયા છે.

જોકે તંત્રએ ગઈકાલે નવાવાડજ અને નવરંગપુરા વિસ્તારના રહેણાક મિલકતોના પાણી અને ગટરનાં કનેકશન પણ કાપી નાખ્યાં હતાં. દરમ્યાન, ગઈકાલે શહેરના દક્ષીણ ઝોનનાં સત્તાવાળાઓ દ્વારા સૌથી વધુ ર.પ૬૦ કોમર્શીયલ મિલકતોને સીલ કરી દેવાતા ડીફોલ્ટર્સમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

દક્ષીણ ઝોનના કાંકરીયાના સુર્યમ એપાર્ટમેન્ટ, પુનીતનગર નિગમ સોસાયટી વૈકુઠધામ મંદીર અમરકુંજ કબીરપંથ ગોરધન ભવન, ભુલાભાઈ પાર્ક નારોલ-વટવા રોડ પરનાં અલીફનગર ઈસનપુરના હનફીયાપાર્ક અમીના કોલોની સત્યમેવ કોમ્પલેક્ષ શિવગંગા રેસીડેન્સી આદર્શ ટેનામેન્ટ, મણીનગરમાં જયેશ નર્સરી જુના ઢોર બજાર રામરહીમ ટેકરા, જયમાલા બસસ્ટોપ વટવામાં પ્લેટીનમ ઈન્ડસ્ટ્રીયલ સુરમ્ય એપાર્ટમેન્ટ વગેરે સ્થળોએ મોટી રકમના ડીફોલ્ટર્સની કોમર્શીયલ મીલકતોને તંંત્ર દ્વારા તાળાં મારી દેવામાં આવ્યાં હતાં. તંત્રએ રૂ.૧.૬પ કરોડનો ટેક્ષ પણ વસુલ્યો હતો.

મધ્ય ઝોનમાં ૬૬ મિલકતોને તાળાં મારીને રૂ.૯ર લાખની આવક મેળવાઈ હતી. આ ઝોનમાં પાંચકુવા, શાહપુર, મીરજાપુર સીવીલ ઘીકાંટા તાવડીપુરા, મહેદીકુવા, ડબગરકુવા ભદ્ર વગેરે વિસ્તારમાં તંત્ર ત્રાટકયું હતું.

શહેરના દક્ષીણ પશ્ચિમ ઝોનમાં સીલ કરાયેલી ૩૧૬ મિલકતો પૈકી વેજલપુરના લીલાબા સ્મૃતિહોલ વ્રજનગરી આવાસ યોજના બોપલમાં કૃષ્ણસારથી સરખેજમાં રોયલ એકસપ્રેસ જોધપુરમાં વિવાન સ્કવેર વગેરે સ્થળોએ ત્રાટકીને તંત્રએ ડીફોલ્ટર્સની કોમર્શીયલ મિલકતોને તાળાં મારી દીધાં હતાં. ગઈકાલે કુલ ૩,પ૦૧ મિલકતોને સીલ મારવામાં આવ્યાં હતા. અને મ્યુનિસીપલ તિજોરીમાં ટેક્ષ આવક પેટે કુલ રૂ.૬.૭૪ કરોડ ઠલવાયા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.