ડાકોર તરફ જતાં માર્ગો “જય રણછોડ માખણ ચોર”ના નારાથી ગુજી ઉઠશે
ડાકોર જતા લાખો પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજજ -૧૧ માર્ચે મળનારા મ્યુનિસીપલ બોર્ડમાં ડાકોર પદયાત્રીઓ અંગે તાકીદની દરખાસ્ત મુકાઈ
(એજન્સી)અમદાવાદ, આગામી ર૪ માર્ચે હોલીકાદહન છે. ત્યારબાદ રપ માર્ચે ધુળેટીનો તહેવાર ઉજવાશે. ગુજરાત સહીત દેશભરમાં હોળી-ધુળેટીનો તહેવારને ભારે હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ફાગણી પુનમ નિમીત્ત્ ડાકોરના ઠાકોર ભગવાન રણછોડરાયજીના દર્શનાથી દર વર્ષે લાખો પદયાત્રીઓ જતા હોય છે. ફાગણી પુનમના પવીત્ર દિવસે ડાકોર જનારા આ પદયયાત્રીઓની સુવિધા માટે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસીપલ કોર્પોરેશન સજજ થયું છે.
૧૮ માર્ચથી ર૪ માર્ચ દરમ્યાન સાત દિવસ માટે જશોદાનગર ચાર રસ્તાથી ખાત્રજ ચોકડી સુધી તથા ઈશ્વર ફાર્મ ભુમાપુરા પાટીયા પાસે સત્તાધીશો દ્વારા ફલડ લાઈટની સુવિધા ઉભી કરાશે. તેમજ પદયાત્રીઓ માટે પોતાના પાણીનાં ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. શૌચાલયોની સુવિધા માટે ન્યુસન્સ ટેન્કર પણ તહેનાત રખાશે. આ ઉપરાંત સમગ્ર રોડની બંને સાઈડમાં જેસીબી તથા બુલડોઝર મશીનથી માટી પુરાણ અને પેચવર્કની કામગીરી પણ કરવામાં આવશે.
ડાકોર જતા રોડ પર નિયમીત સઘન સફાઈ પણ કરવામાં આવશે. જંતુનાશક દવાનો છંટકાવ કરાશે અને આગ કે અકસ્માતમાં બનાવને ટાળવા માટે ફાયર બ્રિગેડ પણ તહેનાત રહેશે. હાથીજણ ગુરુરકુળ પાસે મ્યુનિસીપલ કોર્પોરેરશન દ્વારા મેડીકલ હેલ્થ સેન્ટર દવાખાનું તેમજ આ જગ્યાએ એક મોબાઈલ ટોઈલેટ વાન એક એમ્બ્યુલન્સ વાન પણ ઉભી રાખવામાં આવશે. બડોદરા પાટીયા પાસે પણ એક મોબાઈલ ટોઈલેટ વાન અને એક એમ્બ્યુલન્સ વાન પદયાત્રીરઓ માટે હાજર રહેશે.
હીરાપુર ચોકડથી હનુમાનજીના મંદીરની સામે તંત્ર દ્વારા વધુ એક મોબાઈલ ટોઈલેટ વાનની સુવિધા ઉભી કરાશે તેમજ પદયાત્રીઓની સગવડ માટે સંકટમોચન હનુમાનજીના મંદીર પાસે એક હાથીજણ સ્વામીનારાયણ વિધાધામ ખાતે એક , શ્રી શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ ખાતે એક રાધાકૃષ્ણ અન્નક્ષેત્ર ગજાનંદ પાન પાર્લરની બાજુમાં એક ખારી નદીના પુલ પાસે હાથીજણ-મહેમદાવાદ રોડ પુષ્પક સીટી ખાતે એક એમ વિસામા માટે પાંચ મંડપ બાંધવામાં આવશે.
ઈશ્વર ફાર્મ રાસ્કા ખાતે આ અંગે જરૂરી વ્યવસ્થા કરવા તથા સંકટમોચન હનુમાન મંદીર હાથીજણ ખાતે મોબાઈલ ટોઈલેટ વાન એમ્બ્યુલન્સ વાન ફરતું, દવાખાના સહીતની અન્ય જરૂરી સગવડો પણ ઉભી કરાશે.
શ્રી સંકટમોચન હનુમાનજી મંદીર વીઝોલ રામવાડી વિશ્રામગૃહ ખાતે એમ્બ્યુલન્સ વાનની સેવા સ્ટેન્ડ ટુ રખાશે તેમજ હાથીજણ સ્વામીનારાયણ ગુરુકુળ મેડીકલ સેવા સાથે વિશ્રામગૃહની જગ્યા ઓછી પડતી હોવાથી સામેના ચાર રસ્તા પર બાગવાન હોટલની પુર્વ તરફ આવેલી વંઠાવાળી જગ્યામાં વિશ્રામગૃહની સુવિધા લાઈટીગ સાથે પુરી પડાશે.
રામોલ-હાથીજણ વોર્ડના પુર્વ કોર્પોરેટર અતુલ પટેલ જણાવે છેકે આગામી ૧૧ માર્ચે મળનારી મ્યુનિસીપલ સામાન્ય સભામાં આ તમામ વ્યવસ્થા તેમજ સુવિધાઓ નિઃશુલ્ક પુરી પાડવા માટે સભ્ય મેહુલ શાહે સભ્ય બકુલા એન્જીનીયરીગના ટેકા સાથે તાકીદના કામ તરીકે આ દરખાસ્ત મુકી છે.