Western Times News

Gujarati News

હિંદુઓને મહિને 50 હજારની લાલચ આપીને ખ્રિસ્તી બનાવવાનો હતો પ્લાન

(એજન્સી)કાનપુર, ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી ધર્મ પરિવર્તનનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર એક-બે નહીં પરંતુ સમગ્ર સમૂહને હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. આ માટે દરેકને બસમાં ઉન્નાવના ચર્ચમાં લઈ જવામાં આવી રહ્યા હતા. બધા લોકો ત્યાં ધર્માંતરણ કરવાના હતા.

ધર્મના વેપારીઓએ પણ બદલામાં લોકોને દર મહિને ૫૦ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ પોલીસને આ અંગે માહિતી મળી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ બસો રોકી હતી. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મામલો નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસને માહિતી મળી હતી કે ગંગા બેરેજ વિસ્તારમાંથી બે બસ ઉન્નાવ જઈ રહી છે. તેમાં ઘણા લોકો છે. બધા હિન્દુ લોકો હતા. પૈસાના બદલામાં તેમને ખ્રિસ્તી બનાવવા માટે ઉન્નાવના ચર્ચમાં લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી અને બંને બસને રસ્તામાં જ અટકાવી દીધી હતી.

ત્યારે ખબર પડી કે બે આરોપી આ તમામ લોકોને ચર્ચમાં લઈ જતા હતા. જેથી ત્યાં તેમને હિંદુમાંથી ખ્રિસ્તી બનાવી શકાય. બસમાં મુસાફરી કરી રહેલા લોકોએ જણાવ્યું કે આ બે લોકોએ તેમને લાલચ આપી હતી કે જો તેઓ ખ્રિસ્તી ધર્મ અપનાવશે તો તેમને દર મહિને ૫૦ હજાર રૂપિયા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.