Western Times News

Gujarati News

“મધર્સ ડે”ના દિવસે જ માતા ગળુ દબાવતી ગઈ અને દીકરી બૂમો પાડતી રહી

Files Photo

(એજન્સી)કચ્છ, ફરી એકવાર કળીયુગી જમાનાની નિષ્ઠુર જનેતા સામે આવી છે. ભુજના માધાપરમાં પોતાની જ બાળકીને હેવાન બનીને માર મારતી માતાનો વીડિયો સામે આવ્યો છે. હાલ તમે જે વીડિયો જોઈ રહ્યા છો તે એ હેવાન માતાનો જ છે. આ નિષ્ઠુર માતાનું નામ છે પ્રિયંકા ગોધારા.

વીડિયોમાં જોઈ શકાય છે કે માતા પ્રિયંકા બાળકીને જમીન પર પછાડીને તેને પકડી લે છે, એટલું જ નહીં તેને તાવિથાથી ઢોર માર મારી રહી છે. આ હેવાન માતા આટલેથી ન અટકી અને બાળકીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કરે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં પ્રિયંકાના પૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ માધાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ વીડિયો ૨ વર્ષ જુનો છે. બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે બાળકીના હાથે તેલ ઢોળાઈ ગયુ હતુ. તેલ ઢોળાઈ જતાં માતા હેવાન બની ગઈ અને પોતાની જ બાળકીને ઢોર માર માર્યો છે. ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા માધાપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છમાં મધર્સ ડે પૂર્વે લાંછન રૂપ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ભુજના માધાપરમાં બાળકીને માર મારતો વિડીયો સામે આવ્યો છે. જેમાં માધાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકા ગોધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રિયંકાના ભૂતપૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા આઇપીસી ૩૨૩ તેમજ કિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ કલમ ૭૫ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.