Western Times News

Gujarati News

સુરતમાં ઘરકંકાસથી કંટાળેલા પતિએ પત્નીની પાવડો મારી હત્યા કરી

નવી દિલ્હી, ગોડાદરાના દેવધના ખેતરમાં ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની પાવડો મારી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ પોતે પણ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યાે હતો. ગોડાદરા પોલીસે આ મામલે પતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ગોડાદરા નજીક દેવધ ખાતે રહેતા રાધાબેન કિશનભાઈ રાઠોડ (૨૪) ખેતરમાં મજૂરી કામ કરે છે. તેમના પિતા ભીખાજી રાઠોડે પ્રથમ લગ્ન હંસાબેન સાથે કર્યા હતા. તેમના થકી સંતાનમાં પુત્રી રાધાબેન અને પુત્ર ધર્મેશ છે. માતાના મૃત્યુ બાદ તેણીના પિતા ભીખાએ વૈશાલીબેન સાથે બીજા લગ્ન કર્યા હતા.

તેઓ દેવધ ખાતે સર્વે નં. ૧૫૧વાળા ધર્મેશભાઈના ખેતરમાં આવેલી ઓરડીમાં રહેતા હતા અને ત્યાં જ ખેતમજૂરી કરતા હતા. સાવકી માતા વૈશાલીને અગાઉના પતિ થકી ૩ સંતાનો છે. જે પૈકી ૨ બાળકો રાધા સાથે રહે છે. દરમિયાન રાધાબેન દેવધ ખાતે ધર્મેશભાઈના ખેતરમાં કેરી વીણવા ગયા હતા.

ત્યાં તેના પિતા જોઈ જતા તેમણે બૂમાબૂમ કરી હતી. ખેતરમાં ઓરડીના ઓટલા પર માતા વૈશાલી બેહોશ હાલતમાં પડેલી જોવા મળી હતી. પિતા ભીખાભાઈ ઊલટીઓ કરતા નજરે પડ્યા હતા. રાધાએ પિતાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, ગતરાત્રે તારી મમ્મી સાથે ઝઘડો થયો હતો.

જેથી ઉશ્કેરાટમાં તેને પાવડો મારતા તે મરી ગઈ છે. મેં ઘાસ મારવાની દવા પી લીધી છે “એવું કહ્યું હતું. પિતાએ માતા વૈશાલીને કપાળ, દાઢી, કમર તથા પીઠના ભાગે આડેધડ પાવડા વડે હુમલો કરી હત્યા કરી દીધી હતી. ત્યારબાદ રાધાબેને પતિને બોલાવી સમગ્ર હકીકત વર્ણવતા ૧૦૮માં પિતા ભીખાને સારવાર અર્થે સિવિલ ખસેડયા હતા. દંપતી વચ્ચે રોજ ઝઘડા થતા હતા. બનાવ અંગે રાધાબેને ફરિયાદ આપતા ગોડાદરા પોલીસે ભીખા બહાદુર રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.