વસ્ત્રાપુર તળાવનું બે દાયકા બાદ રૂ.પ કરોડના ખર્ચથી રિનોવેશન થશે
મોટા જંકશનો પર વૃક્ષારોપણ કરવામાં આવશે: દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે સુએઝ પંપીગ સ્ટેશનોમાં કચરો જતો રોકવા માટે ખાસ પ્રકારનું મટીરીયલ લગાવવામાં આવશે આ ઉપરાંત નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે મોટા જંકશનો પાસે વૃક્ષારોપણ કરવામાં આવશે. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ વસ્ત્રાપુર તળાવને નવિનીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું ક, જુદા જુદા ૦૭ ઝોનમાં આવેલ કુલ ૭૩ સુએજ પંપીગ સ્ટેશનો પૈકી અત્યારે હાલ જુદા જુદા ર૦ નંગ સુએજ પંપીગ સ્ટેશન તથા સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશન ખાતેની ઈનકમીંગ ચેમ્બરમાં સુએજ સાથે પુષ્કળ પ્રમાણમાં આવતા ફલોટીંગ મટીરીયલ્સ રોકવા ૩પ નંગ મીકેનીકલ બોક્ષ ટાઈપ બાર સ્ક્રીન તથા લીફટીંગ લોઅરીંગ એસેમ્બલી તેમજ ૪પ નંગ મોટરરાઈઝ ઈ.ઓ.ટી (હોઈસ્ટ)
તથા જરૂરી સ્ટ્રકચરની ડી.એસ.આઈ.ટી.સી.ની કામગીરી કરાવવાથી સુએજ પંપીગ સ્ટેશન તથા સ્ટ્રોમ વોટર પંપીગ સ્ટેશનની ઈનલેટ ચેમ્બરમાં ફલોટીંગ મટેરીયલ રોકી શકાશે જેથી વારંવાર પંપમાં મીકેનીકલ બ્રેક ડાઉન ઓછુ થશે અને પંપો પુરી કાર્યક્ષમતાથી કામ કરી શકશે. સદર કામગીરી કરાવવા આશરે ૬.૭ર કરોડનો ખર્ચ થશે.
ચાલુ વર્ષે ગરમીની સીઝનમાં નાગરિકોને જે હાલાકી થઈ છે તેને ધ્યાનમાં લઈ શહેરના તમામ જંકશનો પર સર્વે કરી નવા વૃક્ષો લગાવવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશનના રીઝર્વ પ્લોટો પર અલગ અલગ હેતુ દર્શાવવા માટે તે મુજબ જ નોટીસ બોર્ડના કલર રાખવામાં આવશે.
ચોમાસામાં સોસાયટીઓમાંથી ગ્રીન ડેબરીઝનો નિકાલ કરવા કોર્પોરેશનના પ્લોટનો ઉપયોગ કરવા માટે પણ તંત્રને સુચના આપવામાં આવી છે. મ્યુનિ. હોસ્પિટલોમાં દર્દીઓને સસ્તી સારવાર મળી રહે તે ધ્યાનમાં લઈ ૧૦૮ સાથે સંકલન કરવા જવાબદારી અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
શહેરના વસ્ત્રાપુર તળાવને લગભગ બે દાયકા બાદ રૂ.પ કરોડના ખર્ચથી રિનોવેશન શરૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને તળાવમાં પાણી રહેતુ ન હોવાથી નવેસરથી તળીયુ બનાવવામાં આવ્યું છે તેમજ ઉંદરોના ત્રાસના કારણે વોક વે તૂટી ગયો છે જે પણ નવેસરથી બનાવવામાં આવશે. તળાવની અંદરના ભાગમાં આવેલ ટો-વોલ તેમજ ચાર પરકોલેશન વેલની ઉંચાઈ વધારી તળાવમાં પાણીનો સંગ્રહ થાય તે મુજબની રીપેરીંગ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.