Western Times News

Gujarati News

લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા ડાયાબિટીસ કેમ્પનું સાયબર ક્રાઇમના સભ્યો માટે આયોજન

લાયન્સ ઇન્ટરનેશનલ ૩૨૩૨ બી૪ ના ડૉ.પારૂલ રાજેશ શાહ દ્વારા ડાયાબિટીસ કેમ્પનું સાય બર ક્રાઇમ દળ ના સભ્યો માટે આયોજન કરવામાં આવ્યું.

ડિજિટલ ક્રાંતિના યુગમાં સાયબર ક્રાઇમ રોકવા તથા ગુનેગારો વિરુદ્ધ ઝડપી કાનૂની કાર્યવાહી કરવા તેમજ સાયબર ગુનાખોરીના નવા પડકારોને પહોંચી વળવા કાયમ સતર્ક રહેતા સાયબર ક્રાઇમના પ્રિવેન્શન અને ડિટેક્શન માટે સદાય તહેનાત રહેનાર, સાયબર ક્રાઈમ પર કામ કરનાર એટલે સાઇબર ક્રાઈમ બ્રાન્ચ ના તમામ પોલીસ કર્મીઓ સ્વસ્થ અને તંદુરસ્ત રહે

તે માટે અમદાવાદ બ્રાન્ચ ના વડા DCP ડો. લવીના સિન્હા ના આશીર્વાદ સાથે આજ રોજ શાહીબાગ ઓફિસે ડાયાબિટીસ નિદાન કેમ્પ કરવામાં આવ્યો જેમાં ૧૫૦ જેટલા પોલીસ કર્મી, પોલીસ ઓફિસર ઓફિસ સ્ટાફ તમામની ડો. દ્વારા તપાસ,બ્લડ સુગર, BP ચેક, ECG, થાઇરોઇડ ટેસ્ટ કરી. યોગ્ય નિદાન કરવામાં આવ્યું.

જેમાં ડાયબીટોલૉજિસ્ટ ડો મનીષ ભાઈ અગ્રવાલ , ડાયબીટીક ફૂટ સર્જન ડૉ પ્રો.રાજેશ શાહ તથા વૈદ્ય પ્રવીણભાઈ હીરપરા દ્વારા સેવા આપવામાં આવી.
જેનું ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન શ્રી અનુજ મહેતા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું.લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવતી ડી ઝાયર ના સંસ્થાપક ઉમાદેવી છા છરિયા સહિતસભ્યોએ સેવા આપી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.