Western Times News

Gujarati News

ગોધરાના ભુરાવાવ પાસેથી-ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલી ટ્રક ઝડપી પાડી

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી બેન્ક પાસેથી એક ટ્રક સફેદ પથ્થર ભરીને ગેરકાયદેસર રીતે પસાર થઈ રહી છે. તેવી બાતમી ગોધરા એ-ડિવિઝન પોલીસને મળી હતી.

જેથી ગોધરા એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી એક સફેદ પથ્થર ભરેલા ટ્રકના ચાલકની અટકાયત કરી અને જરૂરી ડોક્યુમેન્ટ માગતા તેને રજૂ કર્યા ન હતા. જેથી એ-ડિવિઝન પોલીસે ટ્રક ભરેલા પથ્થરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરા એ-ડિવિઝન પી.આઈ અને સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી.

તે દરમિયાન ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા એસ.બી.આઇ. બેંક પાસે એક ટ્રક જેનો રજી. ય્ત્ન-૦૬-્‌્‌-૯૦૨૬નો ચાલક ટ્રકમાં સફેદ કલરના પથ્થર ઓવરલોડ ભરી પસાર થતો હતો. જેને રોકી ગાડીમાં ભરેલા પથ્થરની રોયલ્ટી તથા ગાડીના પરમીટ માંગતા તેની રજૂ કરી ન હતી. જેથી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલી ટ્રકને ડિટેઈન કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.