Western Times News

Gujarati News

હવે લંડનમાં અનંત રાધિકા ના લગ્નની ઉજવણી થશે

મુકેશ અંબાણી એ ૨ મહિના માટે ૭ સ્ટાર હોટલ બુક કરાવી

મુંબઈ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્નની ઉજવણી હજી સમાપ્ત થઇ નથી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ મહિને ૧૨ જુલાઈએ થયા હતા.

અનંત રાધિકાના લગ્નની ઉજવણી લાંબા સમય સુધી ચાલી હતી, જેમાં જામનગરમાં પ્રી-વેડિંગ પાર્ટીથી માંડીને ઇટાલીમાં ક્›ઝ પાર્ટી અને ત્યારબાદ હલ્દી, મહેંદી, સંગીત, લગ્નની ઉજવણી કરવામાં આવી છે. આ ગ્રાન્ડ વેડિંગ બાદ પણ રાધિકા અને અનંતે પોતાના સ્ટાફ અને વર્કર્સ માટે રિસેપ્શન પણ રાખ્યું હતું.

લોકોના મનમાં એક સવાલ હતો કે અનંત રાધિકા નું વેડિંગ સેલિબ્રેશન ક્યારે સમાપ્ત થશે, પરંતુ લાગે છે કે અંબાણી પરિવાર હજુ પણ આ સેલિબ્રેશન પુરું કરવાના ઈરાદામાં મૂડમાં. ધ સનના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ લંડનમાં ૭ સ્ટાર હોટલ બુક કરાવી છે.

આ હોટલને અંબાણીએ ૨ મહિના માટે એટલે કે સપ્ટેમ્બર સુધી બુક કરાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનંત રાધિકાના લગ્ન પછીનું ફંક્શન અહીં હશે અને આ સેલિબ્રેશનમાં ઘણા વિદેશી મહેમાનો જોડાઈ શકે છે. અનંત રાધિકા પોસ્ટ વેડિંગ સેલિબ્રેશનમાં અનેક જાણીતી બ્રિટિશ હસ્તીઓ હાજરી આપશે.

મીડિયા રિપોર્ટ અનુસાર અંબાણીએ લંડનની ૭ સ્ટાર હોટલ સ્ટોક પાર્ક બુક કરાવી છે. તેને અંબાણીએ વર્ષ ૨૦૨૧માં પણ લીઝ પર લીધી હતી. હવે આ હોટલમાં તેમના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન યોજાશે. ‘ધ સન’ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર સુધી આ ગ્રાન્ડ ૭ સ્ટાર હોટલ બુક કરાવી છે.

અનંત રાધિકાના લગ્નની ચર્ચા પણ દુનિયાભરમાં થઈ હતી. આ લગ્ન અને તેના પ્રી વેડિંગ ફંક્શનમાં ઘણા હોલિવૂડ સ્ટાર્સ, રાજકારણીઓ અને બિઝનેસમેન હાજર રહ્યા હતા. રિહાનાએ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કર્યું હતું. આ ફંક્શનમાં માર્ક ઝુકરબર્ગે પણ હાજરી આપી હતી.

લગ્નના ફંક્શનમાં જસ્ટિન વેબરે પર્ફાેમન્સ આપ્યું હતું. આ સાથે જ આ લગ્નમાં ફિફા વર્લ્ડ કપના ચેરમેનથી લઇને યુકેના પૂર્વ વડાપ્રધાન પણ સામેલ થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.